Friday, 29/03/2024
Dark Mode

જો આ રીતે ચાલશે તો કોરોના સંક્રમણ કેવી રીતે અંકુશમાં આવશે:સળગતો સવાલ ??…દાહોદના શાકભાજી તેમજ ફળફળાદી માર્કેટમાં ખરીદી માટે ઉમડતી ભીડમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા:સુપર સ્પ્રેડર બનવાની ભીતિ

જો આ રીતે ચાલશે તો કોરોના સંક્રમણ કેવી રીતે અંકુશમાં આવશે:સળગતો સવાલ ??…દાહોદના શાકભાજી તેમજ ફળફળાદી માર્કેટમાં ખરીદી માટે ઉમડતી ભીડમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા:સુપર સ્પ્રેડર બનવાની ભીતિ
  રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :-દાહોદ 
  • જો આ રીતે ચાલશે તો કોરોના સંક્રમણ કેવી રીતે અંકુશમાં આવશે:સળગતો સવાલ ??
  • દાહોદના શાકભાજી તેમજ ફળફળાદી માર્કેટમાં ખરીદી માટે ઉમડતી ભીડ
  • માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડતા ધજાગરા:સુપર સ્પ્રેડર બનવાની ભીતિ
  • સ્માર્ટ સીટી દાહોદમાં લોકોની ગંભીર લાપરવાહીને લીધે મહામારી અંકુશમાં લેવા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રના મરણીયા પ્રયાસો પર પાણી ફેરવવાના એંધાણ…

દાહોદ તા.૦૫

દાહોદના ફળફળાદી તેમાં શાકભાજી બજારમાં વહેલી સવારે ઉમડેલી ભીડના લાઈવ દ્રશ્યો 

એક તરફ કોરોના મહામારી ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અનેક જાહેરનામા બહાર પાડી કોરોના પર અંકુશ લાવવાના પ્રયાસો કરી રહી છે પરંતુ દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે આવેલ મહાત્મા ગાંધી શાકભાજી અને ફળફળાદી બજાર સમિતિમાં વહેલી સવારે ભારે ભીડ જાેવા મળી રહી છે. આ બજારમાં શોસીયલ ડિસ્ટન્સનો અભાવ સ્પષ્ટ પણ જાેઈ શકાય છે. માસ્ક વગર પણ લોકો ફરતાં જાેવા મળી રહ્યાં છે. શાકભાજી તથા ફળફળાદીની ખરીદી માટે આવતાં વેપારીઓ, ફેરીયાઓની વહેલી સવારે આ બજારમાં ભારે અને અસંખ્ય ભીડથી કોરોના સંક્રમણ ફેલાવાનો વધુ ભય સતાવી રહ્યો છે.

 શાકભાજી તેમજ ફળ ફળાદી માર્કેટમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા 

દાહોદ શહેરના ગરબાડા ચોકડી ખાતે આવેલ મહાત્મા ગાંધી શાકભાજી અને ફળફળાદી બજાર સમિતિમાં વહેલી સવારે દરરોજ આસપાસના અને જિલ્લાના વેપારીઓ, ફેરીયાઓ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે હાલ જ્યારે કોરોના મહામારી જેવી ભયંકર વાઈરલ બીમારીથી સમગ્ર દેશમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે આ મહામારીથી દાહોદ જિલ્લો પણ બાકાત રહ્યો નથી પરંતુ આ બજારમાં દરરોદ અસંખ્ય લોકોની ભીડને પગલે જિલ્લામાં વધુ કોરોના સંક્રમણ ફેલાઈ શકે તેમ લાગી રહ્યું છે. કારણ કે, અહીં આવતાં વેપારીઓ, ફેરીયાઓ સહિત લોકો માસ્ક વગર પણ જાેવા મળી રહ્યો છે અને તેમાંય સોશીયડલ ડિસ્ટન્સનો તો છડેચોક ધજાગરા ઉડી રહ્યાં છે. વેપારીઓ, ફેરીયા આ બજારમાંથી ખરીદી કરી માર્કેટમાં વેચાણ કરે છે ત્યારે તેઓ થકી અન્ય કેટલા લોકો સંક્રમણમાં આવતાં હશે તે વિચારવું પણ અતિ આવશ્યક બની રહ્યું છે. લાગતું વળગતું તંત્ર જરા આ માર્કેટ તરફ પણ ધ્યાન આપે તે આજના સમયની માંગ છે. આ બજારમાં જાણે વહેલી સવારે મેળો ભરાતો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

error: Content is protected !!