Thursday, 25/04/2024
Dark Mode

રંજમાં રાજીનામુ આપ્યુ:ભાવુક પત્રમાં મનોબળ તૂટી રહ્યાનું જણાવી દાહોદ પાલિકાના પ્રમુખે સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાંથી રાજીનામું ધરી દીધુ

July 3, 2022
        757
રંજમાં રાજીનામુ આપ્યુ:ભાવુક પત્રમાં મનોબળ તૂટી રહ્યાનું જણાવી દાહોદ પાલિકાના પ્રમુખે સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાંથી રાજીનામું ધરી દીધુ

રાજેશ વસાવે, દાહોદ

 

રંજમાં રાજીનામુ આપ્યુ:ભાવુક પત્રમાં મનોબળ તૂટી રહ્યાનું જણાવી દાહોદ પાલિકાના પ્રમુખે સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાંથી રાજીનામું ધરી દીધુ

 

9 મહિનાથી સ્માર્ટસીટીની બેઠકોમાં તેમનો અવાજ કોઇએ કાને ન ધરતાં સભ્યપદ છોડ્યુ

 

દાહોદ નગરપાલિકાના પ્રમુખ હોદ્દાની રુએ દાહોદ સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીના ડાયરેક્ટર છે. ત્યારે આ હોદ્દા પરથી કેટલાક કારણોસર તેમણે રાજીનામું આપી દેતાં ચર્ચાનો વિષય ઉભો થયો છે. તેઓએ રાજીનામાનો ભાવનાત્મક પત્ર સ્માર્ટસીટી કંપનીના સીઇઓને મોકલી આપ્યો છે. તેઓએ પ્રાથમિક સુવિધાઓના કામ ન થતાં રાજીનામુ આપ્યુ હોવાનું જણાવ્યુ છે.

 

પ્રોજેક્ટમાં એક માત્ર પાલિકા, તેના જ પ્રમુખે પદ છોડ્યુ

કેન્દ્ર સરકારે દેશભરમાં 100 જેટલા શહેરોનો સ્માર્ટસીટી તરીકે વિકાસ કરવા એક યાદી જાહેર કરી હતી.જેમાં તમામ મહાનગરોનો સમાવેશ કરાયો છે.ગુજરાતમાં પણ પસંદગી પામેલા શહેરો પૈકી એક માત્ર દાહોદ જ નગર પાલિકા વિસ્તાર છે અને બાકીના મહાનગર પાલિકા વિસ્તારોનો સમાવિષ્ટ કરાયા છે.જેથી દાહોદમાં સ્માર્ટસીટીના કામ ચારે તરફ ચાલી રહ્યા છે.કારણ કે ગત એપ્રિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ સ્માર્ટસીટી પ્રોજેકેટના કરોડોના કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરી ગયા છે.ત્યારે આખાયે પ્રોજેક્ટમાં એક માત્ર પાલિકા છે અને તેના જ પ્રમુખે મદ છોડી દીધુ છે.

 

ભાવુક પત્રમાં જણાવ્યુ મનોબળ તૂટી રહ્યુ છે

તેવા સમયે હોદ્દાની રુએ દાહોદ સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાં ડાયરેક્ટર તરીકે રહેલા દાહોદ નગર પાલિકાના પ્રમુખ રીના પંચાલે ડાયરેક્ટર પદેથી રાજીનામું ધરી દીધુ છે. તેમણે અંગ્રેજીમાં લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યુ છે કે, હુ રીના પંચાલ ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપુ છુ. હું આ રાજીનામુ દુખી મન અને તૂટેલા હ્રદયે લખી રહી છુ. કારણ કે છેલ્લા 9 મહિનાથી હું મિટીંગોમાં દાહોદમાં અન્ડર ગ્રાઉન્ડ સીવરેજ સીસ્ટમ અને પીવાના પાણીની સુવિધા માટે રજૂઆતો કરી રહી છુ. કેટલીયે વખત યાદ કરાવવા છતાં તે થયુ નથી. આ કામ ટાળવાને કારણે પાલિકાએ કરેલા આયોજનો બગડી ગયા છે જેમ કે સીસી રોડ હોય કે ખુલ્લી ગટરોને બંધ કરવાનુ કામ હોય. જે દુખદ છે.આ બધા લોક કલ્યાણના કામ સ્માર્ટસીટીના બોર્ડમાં મંજૂર થયેલા છે ત્યારે આવુ કેમ થાય છે તે હું સમજી શક્તી નથી.હવે અમારા માટે સૌથી આઘાત જનક બાબત છે કે આવા કામ હવે અમારે નગર પાલિકાના ખર્ચે કરવાના છે.અમારુ મનોબળ તૂટી રહ્યુ છે અને હિંમત પણ હારી જઇએ તેવી સ્થિતિ સર્જાઇ છે. આ બોર્ડમાં હું કામ નથી કરી શક્તી જેથી હું ડાયરેક્ટર પદેથી રાજીનામું આપુ છુ.

 

હવે સ્માર્ટસીટી કંપનીમાં બે ડાયરેક્ટર શહેરના રહ્યા

દાહોદ સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાં પાલિકાના પૂર્વ પ્રમુખો સુધીરભાઇ લાલપુરવાલા,સંયુક્તાબેન મોદી પણ ડાયરેક્ટર છે.તેવી જ રીતે સલાહકાર સમિતિમાં પૂર્વ પ્રમુખો ગુલશનભાઇ બચાણી,રાજેશભાઇ સહેતાઇ સહિતના અગ્રણીઓ પણ છે.ત્યારે હવે સ્માર્ટસીટી ડેવલોપમેન્ટ કંપનીમાં જો તેમનું રાજીનામુ મંજૂર થાય તો એક જગ્યા ખાલી પડી છે.જો કે રાજીનામુ સ્વીકારવુ કે નહી સ્વીકારવુ તે નિતિ વિષયક બાબત છે પરંતુ જે પ્રશ્નોને કારણે આ ઘટના બની છે તે પ્રશ્નોનું નિરાકરણ થાય તે દાહોદવાસીઓના હિતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!