
રાજેશ વસાવે, દાહોદ
દાહોદની તાલુકા પંચાયત કચેરી સામે પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલનો પ્રારંભ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી
આત્મા યોજના દ્વારા આયોજીત દાહોદની તાલુકા પંચાયત કચેરીની સામે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલને રીબીન કાપીને ખુલ્લો મુકયો હતો. ખેડુતોને પ્રોત્સાહન મળે તે હેતુથી પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી પણ કરી હતી.
પ્રાકૃતિક કૃષિ પેદાશોના આ અમુત આહાર સ્ટોલમાં દાહોદ જિલ્લાના ખેડુતો દ્વારા રાસાયણીક ખેતી છોડી દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદીત ધાન્ય પાકો, કઠોળ પાકો તેમજ તેમાંથી બનાવેલા દાળ, શાકભાજી પાકો, મશરૂમ, મધ, દેશી ગાયનુ ઘી વગેરે જેવી ખેત ઉત્પાદીત વસ્તુઓ પ્રદર્શન તેમજ વેચાણ અર્થે મુકવામાં આવી છે. દાહોદનાં નગરજનોએ પણ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરી હતી. જેમાં દાહોદના નગરજનો દીવસ દરમ્યાન પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરી ખેડુતોને ઉત્સાહીત કરેલ.