
દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ તેમજ આરોગ્ય શાખાના ઉપક્રમે તબીબી અધિકારીઓ તેમજ આરોગ્ય કર્મીઓની મિટિંગ યોજાઈ…
દાહોદ તા.૧૯
દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત, દાહોદની આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષકો, તબીબી અધિકારીઓ તથા સ્ટાફ નર્સ ગણની મીટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૧૯મી મેના રોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ મીટીંગમાં માતા મરણ, બાળ મરણ અટકાવવા તથા કુપોષણ, સિકલ સેલ એનીમીયા, બ્લ્ડ ડોનેશન વિગેરેની અગત્યની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. તમામનું એક વોટ્સ એપ ગ્રૃપ બનાવી દર્દીને સમયસર સારવાર મળી રહે તે રીતે રેફરલ સેવાઓને સુધઢ બનાવવા આયોજન કરવામાં આવેલ હતું. શરૂંઆતમાં ઝાયડસના સી.ઈ.ઓ. ર્ડા. સંજયકુમાર દ્વારા સ્વાગત પ્રવચન કરી મીટીંગમાં આયોજનનો હેતુ વિશે જાણકારી આપી ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ અને કોમ્પ્યુનીટી મેડિસીનના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. બારીયા, ર્ડા. વહોનીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી, પ્રોગ્રામ અધિકારીઓ, એમ.ડી. ર્ડા. મોહિત દેસાઈ, ડીન ર્ડા. સી.બી. ત્રિપાઠી, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એચ.આર. મેને. કરણ શાહ, ગાયનેક વિભાગના હેડ ર્ડા. દિના શાહ, ર્ડા. સુનિતા સંજયકુમાર, બાળરોગ વડા ર્ડા. ભરત પરમાર વિગેરે હાજર રહ્યાં હતાં.