Thursday, 09/02/2023
Dark Mode

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસીઓના હક્કો મુજબ અધિકારો મળશે :- પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી..

May 10, 2022
        824
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસીઓના હક્કો મુજબ અધિકારો મળશે :- પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી..

રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો આદિવાસીઓના હક્કો મુજબ અધિકારો મળશે :- પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી..

 નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધી..

 રાહુલ ગાંધીએ ભાજપાની સરકાર પર કર્યા આકરા પ્રહારો 

૧. રાહુલ ગાંધી જ્યારે બોલવા ઉભા થયાં ત્યારે સ્ટેજની જમણી તરફના ઓડીયમ પર પહોંચ્યાં હતાં અને પોતાનું માસ્ક ઉતારી શરૂં કરતાં પહેલાજ કંઈ ઈશારો કરાતાં તેમને સ્ટેજની ડાબી તરઉના ઓડીયમ તરફ બોલવા જવું પડ્યું હતું.

૨. ધારાસભ્ય ચંદ્રિકાબેને જ્યારે કોંગ્રેસના આદિવાસી હક્કનું ગીત લોંચ કર્યું ત્યારે રાહુલ ગાંધીનો હાથ પકડીને તેમને નચાવ્યાં હતાં.

૩. તીરકામઠા અને પારંપરીક ભોરીયા દ્વારા સ્વાગત કરાયું ત્યારે તીરકામઠું ક્યાંથી અને કેવી રીતે પકડવું તે રાહુલ ગાંધી પ્રથમ વારમાં સમજી શક્યાં ન હતાં.

૪. રાહુલ ગાંધીજીને આદિવાસી બંડી (ઝુલડી) પહેરાવાઈ તે તરતજ કાઢી નાંખી હતી.

૫. આમ આદિવાસી સત્યાગ્રહમાં આદિવાસી વચ્ચે થોડી ક્ષણ રાહુલ ગાંધી આદિવાસી બની રહી શક્યાં હતાં.

૬. સ્વાગત માટે કોંગ્રેસી નેતા જ્યારે સુત્તરની આંટી લઈને આવ્યાં ત્યારે રાહુલજીએ સુત્તરની આંટી પહેરવાનો ઈનકાર કરી દીધો હતો.

દાહોદ તા.૧૦

નરેન્દ્ર મોદીના ગુજરાત મોડેલે ૨ હિન્દુસ્તાન બનાવવનું શરૂં કર્યું છે. એક હિન્દુસ્તાન અમીરોનું હિન્દુસ્તાન, ચુનંદા અરબપતિઓનું બ્યુરો ક્રેટ, સત્તાધનનું અને અહંકારીઓનું જ્યારે બીજુ ભારત આમ નાગરીકનું, આમ જનતાનું, ગરીબોનું ઉપરોક્ત પ્રહાર કરી દાહોદ ખાતેથી આદિવાસી સત્યાગ્રહ આંદોલનનો પ્રારંભ કરનાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી જન સભાને સંબોધતા ઉચ્ચાર્યાં હતાં. નરેન્દ્ર મોદી અને ભાજપ ઉપર પ્રહારો કરી જણાવ્યું હતું કે, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતાં જે કામ તેઓએ ગુજરાતમાં શરૂં કર્યું હતું તે આજે હિન્દુસ્તાનમાં કરી રહ્યાં છે અને તે કામ એટલે હિન્દુસ્તાન મોડેલ. પ્રથમ ગુજરાતમાં ટેસ્ટ કર્યાેં અને પછી ભારતમાં લાગુ કર્યું છે. અમને બે હિન્દુસ્તાન નથી જાેઈતું. અમને એ હિન્દુસ્તાન જાેઈએ છે જે હિન્દુસ્તાનમાં સૌનો આદર હોય, સૌનો સમાન હક્ક હોય, સૌને સ્વાસ્થ્ય સેવા, સૌને શિક્ષણ મળવું જાેઈએ.

આદિવાસી સત્યાગ્રહ રેલીને કોઈ પબ્લીક મીટીંગ નહીં પણ એક આંદોલન ગણાવી રાહુલ ગાંધીએ જનતાનું ધન, આદિવાસીઓનું ધન એટલે કે, જંગલ, જળ અને જમીન કોઈ ઉદ્યોગપતિઓનું નથી પરંતુ એ તમામ નાગરીકનું છે, તમારૂં છે એટલે કે, આદિવાસીઓનું છે અને તે કોઈ છીનવી ન શકે પરંતુ ભાજપની સરકારે કેટલાંક ચોક્કસ લોકોને ફાયદો કરાવ્યો છે પણ તેનો ફાયદો તમને આદિવાસીને મળતો નથી. તમારી જમીન, જંગલ અને જળ એ ગુજરાત સરકારનું નથી, સી.એમ.નું નથી, ગુજરાતના ઉદ્યોગપતિઓનું નથી પરંતુ આમ જનતાનું છે પરંતુ આ ફાયદો તમને આદિવાસીઓને મળતો નથી અને એ હવે ગુજરાતનો આદિવાસી સમજે છે ત્યારે હવે યુપીએ સરકાર એવી કોશિષ કરી રહ્યાં છે કે, જાે તે સત્તામાં આવશે તો આદિવાસીના મનમાં જે છે, આદિવાસી જે ઈચ્છે છે, આદિવાસી જે કહેશે, જનતાના અવાજથી સરકાર ચાલશે. કોંગ્રેસ તમારી સાથે છે અને કોંગ્રેસ હવે કો.ઓ. મોડેલ પર જનતાની અવાજની સરકાર બનશે. આવનારી ચુંટણીમાં જાે કોંગ્રેસ સત્તા પર આવશે તો આદિવાસીઓના હક્કોની રક્ષા કરીને સરકાર બનાવશે. જનતા ડરેલી છે. બીજેપીએ તમને કંઈ આપ્યું નથી અને કંઈ આપવાના નથી. કોંગ્રેસ બિરસા મુંડાજીના રસ્તા પર, ગોવિંદ ગુરૂજીના રસ્તા પર, ગુજરાતના આદિવાસીઓની સાથે કોંગ્રેસ સંઘર્ષ કરશે. જે કોઈ આપણને આપણા અધિકાર ન પ્રાપ્ત કરાવે તેની સામે ડર્યાં વગર લડવું પડશે. આપણા હક્કો માટે જાગૃત થવું પડશે અને એ હક્કો છીનવીને લેવા પડશે.

રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતેનવજીવન આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર સંબોધન કરતાં વર્ણવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાયો હતો જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ એક્ટ ૨૦૧૯ રદ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા ૧૯૯૬માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના ઁઈજીછ કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા તેમજ એમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ લડત આપશે અને કોંગ્રેસ આમ જનતાની સાથે રહેશે તેવો હુંકાર કર્યાે હતો.

 

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને કેન્દ્ર સ્થાને રાખી કોંગ્રેસની મનરેગા યોજનાને મજાકરૂપ ગણાવનાર પ્રધાનમંત્રીને આડેહાથે લીધા હતાં અને કહ્યું હતું કે, આ એક પ્રધાનમંત્રી છે જેમને મનરેગાની મજાક ઉડાવી હતી પરંતુ આજે યોજના ચલાવી રહ્યાં છે જાે કોવિડના સમયમાં મનરેગા ન હોત તો શું થતી તેની કલ્પના કરો તે એવંું કહેતા હતા કે મનરેગા હું રદ્દ કરીશ પરંતુ રદ કરવાને સ્થાને આજે એનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી લોકોને લાઈનમાં ઉભા રાખ્યાં છે. તમારા ખિસ્સાના પૈસા કઢાવી લીધાં છે. જી.એસ.ટી.નો કાયદો પણ એવી રીતે લાગુ કરવામાં આવ્યો જે અમીરોને ફાયદો કરાવ્યો, ગરીબોને નુકસાન થાય. આપણે એકજ હિન્દુસ્તાન ઈચ્છીયે છીએ પરંતુ હમણા એક હિન્દુસ્તાન એવું છે જેમાં કોઈ કાયદો નહીં, કોઈને કંઈ પુછવાનું નહીં, જેને જે કરવું હોય તે કરી શકે અને બીજુ હિન્દુસ્તાન ગરીબોનું કે જેને શિક્ષણની સુવિધા પ્રાપ્ત નથી, આરોગ્યની સુવિધા નથી અને જેઓએ કોરોનામાં મરવા માટે દવાખાને જવાનું હોય છે ત્યારે રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસની સરકારે કેવા પગલાં લીધા તેના વખાણ કરી આવનારા દિવસોમાં આ સત્યાગ્રહ આંદોલન થકી આદિવાસીઓના અવાજને બુલંગ બનાવવાની હાંકલ કરી હતી.

આદિવાસી સત્યાગ્રહ રેલીની સાથે સાથે..

આદિવાસી સત્યાગ્રહ અંગે બનાવાયેલ શોર્ટ ફિલ્મનું લોચીંગ કર્યું હતું.

ઈન્દિરા ગાંધી સંકલ્પ પત્રને ખુલ્લો મુકી તેનું વિમોચન કર્યું હતું.

સત્યાગ્રહ કેવો હશે તે અંગે જણાવતાં બે ફેઝ અંગેની માહિતી અપાઈ હતી.

પ્રથમ ફેઝમાં ૧૦ લાખ આદિવાસી પરિવારને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળી તેમના હક્કો વિશે જાગૃત કરી કાર્યવાહી હાથ ધરાશે.

પાંચ હજાર કાર્યકર તૈયાર કરાશે.

ઘરે ઘરે હક્કોના સ્ટીકરો ચોંટાડાશે અને નિર્ધારિત ફોર્મમમાં મતદારની નોંધણી કરાશે.

ફેઝ ૨ માં સેમીનાર યોજાશે.

૪૦ આદિવાસી બેઠકો ઉપર ૧૦ હજાર ચૌપાલ બેઠકો થશે અને ઈન્દિરા સંકલ્પ પત્ર ભરી આદિવાસી ભરી સત્યાગ્રહ સાથે જાેડાશે.

આ સમયે સત્યાગ્રહ એપ્લીકેશન પણ લોંચ કરાઈ હતી. સત્યાગ્રહ અંગેની વેબસાઈટ પણ લોંચ કરાઈ હતી.

વારંવાર પોલીસને પબ્લીકને અંદર આવવા માટે જાહેરાત કરાતી હતી.

શરૂંઆતમાં સભા સમય શરૂંઆત થાય તે પહેલા ખાલી જણાતો પંડાલ રાહુલજી આવે તે પહેલાજ સંપુર્ણ પણે ભરાઈ જવા પામ્યો હત

રાહુલ ગાંધીએ મીડીયાવાળાને સીધો પ્રશ્ન કરી મીડીયા એક તરફી સમાચાર બતાવતો હોવાનો આક્ષેપો કર્યાેં હતાં. કોરોના કાળમાં લોકો મોતને ભેટતાં હતાં ત્યારે થાળી વગાડાવડાતી હતી. મોબાઈલની લાઈટ સળગાવતી હતી ત્યારે મીડીયાએ કોઈ સવાલ નહીં ઉઠાવી, ૩ લાખ લોકોએ મોતને વ્હાલુ કર્યું તે નહીં બતાવી, માત્ર એકજ ચહેરો બતાવીને લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. મીડીયાવાળાને માત્ર એકજ ચહેરો દેખાય છે, સચ્ચાઈ દેખાતી નથી. ટીવી પર કોઈ નાના વ્યક્તિનો, નાના માણસોનો ચહેરો દેખાતો નથી. તમને નરેન્દ્ર મોદી સિવાય બીજાે કોઈ ચહેરો જાેવાતો નથી. એમ કહી મીડીયા સચ્ચાઈ છુપાવીને માત્ર મોદી ભક્ત બન્યાં હોવાનો આક્ષેપ પણ કર્યાેં હતો.

ભાજપ સરકારે સરકારી સ્કૂલ બંધ કરી શાળાઓનું ખાનગીકરણ કર્યું :- રાહુલ ગાંધી

કોંગ્રેસની સરકારે છત્તીસગઢની અંગ્રેજી માધ્યમની સ્કુલની જાળ બીછાવી છે અને તે પણ સરકારી જેથી ગરીબો પોતાના બાળકોને અંગ્રેજી શીખવી શકે જ્યારે ભાજપની સરકારે સરકારી સ્કુલો બંધ કરી અને પ્રાઈવેટ સ્કુલો તરફ આગળ વધી છે. ગરીબ અને આદિવાસીઓને શિક્ષણથી વંચિત કરે છે. સરકારી કોલેજાે બંધ કરી રહ્યાં છે. આરોગ્ય અને શિક્ષણની સુવિધા પ્રાપ્ત નથી કરાવી રહ્યાં ત્યારે હવે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે આપણે જાગૃત થવું પડશે સાથે મળીને લડવું પડશે. કોંગ્રેસે તમારા દિલમાં જે અવાજ છે તે અવાજને ઉજાગર કરવાનો સંકલ્પ કર્યાેં અને તમારો અવાજને ગુજરાતની ગલીએ ગલીએ લઈ જવાનો અને ગુજરાતની સરકારને તમારો અવાજ સંભળાવવા કટીબધ્ધ બન્યાંનો હુંકાર કર્યાેં હતો.

 ભાજપ સરકાર માત્ર વાયદાઓ જ કરે છે :- રાહુલ ગાંધી

ભાજપની સરકાર માત્ર વાયદા કરે છે જ્યારે કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં જે વાયદો કર્યાેં હતો, જે ગેરંટી આપી હતી તે સત્તા મળતાંની સાથે લાગુ કરી હતી. ખેડુતોનો કરજાે માફ કરી કિશાન ધાનને નક્કી કરેલ ખરીદ મુલ્યમાં ખરીદ કરવાનું શરૂં કર્યું હતું. હું આજે તમને વાયદો કરવા નથી આવ્યો, હું તમને સમજવા આવ્યો છું. આદિવાસીઓના લક્ષ્ય અને આદિવાસી શું ચાહે છે તે સમજવા આવ્યો છું. અમે સત્તામાં આવીશું તો ગંરટીથી તમારૂં કામ કરીને આપીશું. રાજસ્થાનમાં અપનાવાયેલ સ્વાસ્થ્યનું મોડલ, શિક્ષણનું મોડલ સમસ્ત દેશમાં અપનાવીશું.

  કોંગ્રેસ સત્તામાં આવશે તો તાપી લિંક યોજના બંધ કરાશે..

જાે કોંગ્રેસ સત્તામાં આવશે તો તાપી રિવરફ્રંટ પ્રોજેક્ટ, નાલંદા પ્રોજેક્ટ બંધ કરાવી દઈશું અને કોંગ્રેસ આવશે તો આદિવાસી એમ.એ.એલ. એ હશે અને આદિવાસી જે ચાહશે તેજ પ્રમાણે સરકાર કાયદો બનાવશે અને તેજ પ્રકારે સરકાર ચાલશે.

આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આકર્ષણ જમાવશે હરિયાણાનો યુવક 

રાહુલ ગાંધી સાથે ૨૯ વર્ષીય યુવાન પંડિત શર્મા નામનો જે હરિયાણાનો રહેવાસી છે અને રાહુલ ગાંધી જ્યાં જાય ત્યાં કોંગ્રેસના નેતાઓના અને રાહુલના અને સોનીયા ગાંધીના ફોટાવાળા વેશ પરીધાનમાં કોંગ્રેસનો ધ્વજ લઈ રાહુલ ગાંધી જીન્દાબાદ, સોનીયા ગાંધી જીન્દાબાદ નારા સાથે સમગ્ર પંડાલમાં ફરી કોંગ્રેસના ધ્વજને ફરકાવી, ઉપસ્થિત મેદનીને પારો ચઢાવી સૌનું ધ્યાન આકર્ષિત કરતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ ખર્ચાેં કોંગ્રેસ પક્ષથી ભોગવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!