Sunday, 05/02/2023
Dark Mode

દાહોદ: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ધૂન મંડલાઆચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો 574 મોં પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

April 27, 2022
        1710
દાહોદ: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ધૂન મંડલાઆચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો 574 મોં પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

સુમિત વણઝારા

 

દાહોદ તા.27

 

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો ૫૪૫ નો પ્રાગટ્ય મહોત્સવ, દ્વિતીય પીઠાધીશ્વર મહોદયશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણ રાયજી મહારાજ શ્રી (નાથદ્વારા – ઈન્દોર ), પૂજ્યપાદ 108 શ્રી હરિરાયજી બાવાશ્રી, ની ઉપસ્થિતિમાં અસીમ કૃપા અને માર્ગદર્શન હેઠળ દાહોદમાં ૨૪થી ૨૬ એપ્રિલ દરમિયાન , વચનામૃત, વકૃત્વ સ્પર્ધા, પ્રભાતફેરી, શોભાયાત્રા, વિવિધ મનોરથના દર્શન, મહાપ્રસાદી, શોભાયાત્રા યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. 

 

ભારત વર્ષ સુપ્રસિદ્ધ સમર્થ આચાર્ય માં આધા ચાર્ય જગતગુરુ શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયચાર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યજી નું સ્થાન અનેરૂ અને અદિત્ય છે. શ્રીમદ વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય સંવત 1535 ચૈત્ર વદ અગિયારસના શુભદિને છત્તીસગઢ પાસે આવેલા ચંપારણમાં થયો હતો. તે સમયે દેશમાં ધર્મના ઓથા હેઠળ અધર્મ અનાચાર ના અંગારા વરસતા હતા. માયાવાદ ના પ્રચંડ પૂર રહેતા હતા. ત્યારે પ્રભુની મહા વિભૂતિ ભગવત અવતાર બ્રહ્માંડ જવલંત પ્રકાશક નિર્ગુણ, પુષ્ટિમાર્ગના સ્થાપક, પ્રેમ લક્ષણા, આધિદૈવિક, અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી પૃથ્વી ઉપર પ્રગટ થયા . 

શ્રીમદ વલ્લભાચાર્યની 545 મી જન્મ જયંતી ની ઉજવણી પૂજ્યપાદ 1008 શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી, તથા પૂજ્યપાદ 108 શ્રી હરિરાયજી બાવા શ્રીના સરવા ઉપાધ્યક્ષ પદે ઉજવવામાં આવી હતી. દાહોદમાં ૨૪થી ૨૬ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૨૪ મી એપ્રિલના રોજ રાત્રિના આઠ વાગે શ્રી ગોવર્ધનનાથજી હવેલી માં પુસ્પવીધાન મનોરથના દર્શન, તથા રાત્રીના સંસ્કાર કેન્દ્ર ખાતે પુષ્ટિ ભજન સંધ્યા તથા ગરબા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ ૨૫મી એપ્રિલના રોજ સાંજના હવેલીમાં વચનામૃત તથા વકતૃત્વ સ્પર્ધા અને રાત્રીના શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં ચાંદીના બંગલાનો મનોરથના દર્શન અને ત્યારબાદ આગમ સમાજ નો કાર્યક્રમ યોજાયો હતો. ૨૬મી એપ્રિલ ના સવાર ના યોજાયો હતો. ૨૬મી એપ્રિલ ના સવાર ના પ્રભાત ફેરી, 8વાગે કેશર સ્નાન ના દર્શન થયા હતા. બપોરના નંદ મહોત્સવ ના દર્શનમાં નંદ ઘેર આનંદ ભયો નિ ગુંજ થી વાતાવરણ ગાજી ઉઠ્યો હતું. સાંજે છ વાગે શ્રીં ગોવર્ધનનાથજી હવેલીથી ભજન કીર્તન બેન્ડવાજા સાથે અને પૂ. પા. ૧૦૦૮ શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રી તથા પૂજ્ય પાદ 108 શ્રી હરિરાયજી બાવાશ્રી તથા તેમના બે લાલ અને શ્રી વલ્લભજીના ચિત્રજીને બગી માં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. જે એમ.જી.રોડ, ગુજરાતી વાડ થી હવેલી પરત આવ્યા પછી કળશની ની ઉછામણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો. વલ્લભ મહાપ્રભુજી ની જન્મ જયંતી તેની ઉજવણી દાહોદમાં ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!