Friday, 29/03/2024
Dark Mode

દાહોદ રેલવે કારખાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભેટ:મેન્ટેન્સ કરનાર કારખાનું હવે પ્રોડક્શન યુનિટ બનશે..

April 19, 2022
        1240
દાહોદ રેલવે કારખાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભેટ:મેન્ટેન્સ કરનાર કારખાનું હવે પ્રોડક્શન યુનિટ બનશે..

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

દાહોદ રેલવે કારખાનાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભેટ:મેન્ટેન્સ કરનાર કારખાનું હવે પ્રોડક્શન યુનિટ બનશે..

દાહોદ હવે રેલવે એન્જીનનું એક્સપોર્ટર બનશે:10,000 લોકોને રોજગારનું ઉપાર્જન 

દાહોદના ઇતિહાસમાં રેલવે કારખાનાનું ત્રીજી વાર નામ બદલાશે:100 વર્ષ બાદ રેલવે કારખાનાને નવી ભેટ..

દાહોદ રેલવે સ્ટેશને, પાર્કિંગ તેમજ નવી એન્ટ્રી સાથે નવા પ્લેટફોર્મ તેમજ લિફ્ટ સાથે નવા ફૂટ ઓવર બ્રિજની સુવિધા….

દાહોદ ઇન્દોર રેલ પરિયોજનામાં દાહોદ કતવારા લાઈનનું સુભારંભ ઓક્ટોબરમાં…

દાહોદ તા.19

દાહોદ હવે વિશ્વમાં રેલવે એન્જીન એક્સપોર્ટ કરતુ થશે.20,000 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા દાહોદના રેલવે એન્જીન કારખાનામાં ટેક્નોલોજી પાર્ટનરની મદદથી 1200 જેટલાં લોકો એન્જીનનું પ્રોડક્સન કરવાનું ટાર્ગેટ નક્કી કર્યાનું જાણવા મળેલ છે. દાહોદ ખાતેના રેલવે વર્કશોપને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શીલન્યાસ કર્યા બાદ રેલવે વર્કશોપ હવેથી રેલવે પ્રોડક્શન યુનિટ તરીકે પ્રસ્થાપિત થશે.. જેથી રેલવેના ઇતિહાસમાં રેલવે કારખાનાનું ત્રીજી વાર નામ બદલાશે.

દાહોદ ખાતે આદિવાસી મહા સંમેલનમાં ઉપસ્થિત રેહનારા અને કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાત મુહર્ત કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવની ઉપસ્થિતિમાં દાહોદને રેલવેની મોટી ભેટ ધરવાના છે. તે રેલવે કારખાના આશરે 20,000 કરોડનું રોકાણ થનાર છે. એટલું જ નહિ આ કારખાનામાં 9,000 HP ના હાઈ સ્પીડ અને હાઈ ટેક્નોલોજીના 1200 જેટલાં એન્જીન તૈયાર થશે જે માત્ર ભારત દેશમાં નહિ પરંતુ વિદેશમાં પણ એક્સપોર્ટ થશે. દાહોદ ને પ્રોડકશન યુનિટની ભેટ મળતા જ અનેક પ્રકારની રોજગારીની તકો ઉભી થશે. અને તેને અનુંસાંગિક અનેક પ્રકારના વ્યવસાયો પર ફુલશે ફાળશે. દાહોદ ખાતે શરૂ થનારા આ પ્રોડકશન યુનિટમાં સીધી રીતે 3500 જેટલી તેમજ અપ્રત્યક્ષ રીતે 7000 થી પણ વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ કારખાનાની વિશેષતા એ છે કે હાલ સુધી દેશ ભરના ખરાબ થયેલા બગડેલા એન્જીનોને નવા નક્કોર કરી પુનઃ પાટા પર દોડતા કરનારા દાહોદ વર્કશોપના રેલકર્મીઓ હવેથી નવું એન્જીન બનાવશે જે દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ખ્યાતિ પામશે. દાહોદ ને આશરે એક યુગ બાદ આટલી મોટી ભેટ ધરાતા આનંદની લાગણી ઉદભવા પામી છે. તો કેતલાક નિવૃત રેલકર્મીઓનું કેહવું છે કે દાહોદ રેલવે વર્કશોપને વર્ષો પહેલા થયેલો અન્યાય દૂર થવા પામ્યો છે.

દાહોદ રેલવે વર્કશોપમાં જે નવી રોજગારીની તકો ઉભી થવાની છે. એમાં સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવે લાગણી અને માંગણી પણ વહેતી થવા પામી છે. વર્ષો પૂર્વે જયારે રેલવેમાં કોઈ કાર્ય સોપાતું હતું. ત્યારે લોકલ લોકોને પ્રાધાન્ય આપવામાં આવતું. હતું.પરંતુ 1985 થી આ પ્રણાલીકા બંધ થતાં સ્થાનિક લોકો જોડે અન્યાય થાય છે. જોકે આવતીકાલે આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં આદિવાસી સંમેલનમાં હાજરી આપવા આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવેના પ્રોડકશન યુનિટનું શીલન્યાસ કરવાનાં છે. ત્યારે જૂની પ્રણાલિકા પ્રમાણે આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં શરૂ થનાર વિશાળ પ્રોડક્શન યુનિટમાં આજ વિસ્તારના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી લાગણી તેમજ માંગણી અત્રેના જિલ્લાવાસીઓમાં ઉદભવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ પ્રોડકશન યુનિટ બીડ કરીને ટેક્નોલોજી પાર્ટનરની મદદ લેવાશે પરંતુ તેનું કાર્ય દાહોદના રેલકર્મીઓ જ કરશે તેવું જાણવા મળેલ છે.

દાહોદ રેલ્વે વર્કશોપમાં લોકો પ્રોડકશન યુનિટમાં પરિવર્તિત થવાંથી 10,000 લોકોને રોજગાર નું ઉપાર્જન થશે…

આવતીકાલે રેલ્વ મંત્રી અશ્વિની કુમારની ઉપસ્તિથીમાં વડાંપ્રધાન નરેન્દ્ર મોદી 20,000 ખર્ચે દાહોદ રેલ્વે વર્કશોપમાં એન્જીનના પ્રોડક્શન યુનિટનું સિલાન્યાસ કરવાનાં છે આ ટેક્નોલોજી પાર્ટનરશીપ થકી આ પ્રોડક્શન યુનિટમાં આગામી 10 વર્ષમાં 1200 જેટલાં 9,000 હોર્સ પાવરના લોકો બનીને તૈયાર થશે જે એન્જીનો ભારત તેમજ વિદેશોમાં પણ એકસપોર્ટ કરવામાં આવશે જેમાં આ યુનિટમાં પ્રથમ એન્જીન આગામી માર્ચમાં બનીને તૈયાર થઈ જશે.તેમજ આ પ્રોડક્શન યુનિટનીમાં અન્ય સહાયક કંપનીઓ કેન્ટીનથી માંડી અન્ય ઉદ્યોગો મળી 3500 જેટલાં પ્રત્યંક્ષ તેમજ 7000 હજાર જેટલાં અપ્ર્ત્યક્ષ મળી કુલ10,000 લોકોનું રોજગાર પુરૂ પાડશે.

દાહોદમાં નવી એન્ટ્રી તેમજ પાર્કિંગની સુવિધા સાથે પ્લેટફોર્મ નંબર 4 તેમજ નવીન ફ્રૂટ ઓવર બ્રીજની રેલ્વે તંત્ર દ્રારા દાહોદને નવી સુવિધા

દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાની સાથે-સાથે ગોદીરોડ તરફ પ્લેટફોર્મ નંબર 4 નું નિર્માણ કાર્ય ચાલુ થનાર છે.જેમાં ગોદી રોડ તરફથી દાહોદ રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે નવી એન્ટ્રી તેમજ પાર્કિંગની સુવિધાયુક્ત આ પ્લેટફોર્મમાં ઉભી કરવામાં આવશે.તેમજ લિફ્ટની સુવિધા સાથે નવા ફ્રૂટ ઓવર બ્રીજ સુવિધા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ઉભી કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર ઇન્દોર તરફથી આવનાર ટ્રેનો તેમજ દિલ્હી મુંબઈ માર્ગ પર અવર જવર કરતીઅન્ય મેલ એક્સપ્રેસ ટ્રેનો ઉભી ઉભી રહેશે.

ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કાતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરુ: 2026 સુધી યોજના પૂર્ણ કરાશે -(વિનીત ગુપ્તા DRM રતલામ)

દાહોદ ખાતે વર્કશોપમાં નિરીક્ષણ કરવા આવેલા રતલામ મંડળના ડી.આર.એમ વિનીત ગુપ્તાએ પત્રકારો જોડે પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું હતુંકે દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. જોકે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની રજુઆત તેમજ રેલ્વે મંત્રાલયના પ્રયાસોથી રેલ બજેટમાં 200 કરોડની માતબર રકમની ફાળવણી કરી આ યોજાનાને પુનઃ શરૂ કરવાનાં નિર્દેશો કર્યા હતા.હાલ દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કાર્ય ઇન્દોર તરફથી પૂર જોશમાં ચાલી રહ્યું છે.અને ઇન્દોર થી 21 કિલોમીટરની રેલ લાઈન નાખી દેવામાં આવી છે.જયારે દાહોદથી કતવારા સુધીની રેલ લાઈન નખાઈ જતા ઓક્ટોબર સુધીમાં દાહોદ થી કતવારા સુધી રેલ લાઈન શરૂ કરી દેવામાં આવશે.તેમજ કતવારાથી પીટોલ,ઝાબુઆ, તેમજ ધારના આસપાસના વિસ્તારોમાં ભૂમિ અધિગ્રહણ નો કાર્ય બીજા સ્ટેજ પર છે. જે બહુ નજીકના સમયમાં પૂર્ણ કરી રેલ્વે તંત્ર દ્રારા આગામી 2026 સુધીમાં ઇન્દોર રેલ પરીયોજનાનું કામ પૂર્ણ કરી આ રેલ માર્ગ પર ટ્રેન દોડતી થઈ જશે. તેમ ડી.આર.એમ વિનીત ગુપ્તા દ્રારા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!