દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો યથાવત, પરંતુ પરિણામોએ રાજકીય સમીકરણ હલાવ્યાં ૩૭ જિલ્લા પંચાયત અને ૧૪૮ તાલુકા પંચાયત બેઠકો ભાજપના ખાતામાં, કોંગ્રેસે આપી કડક ટક્કર.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કબજો યથાવત, પરંતુ પરિણામોએ રાજકીય સમીકરણ હલાવ્યાં

૩૭ જિલ્લા પંચાયત અને ૧૪૮ તાલુકા પંચાયત બેઠકો ભાજપના ખાતામાં, કોંગ્રેસે આપી કડક ટક્કર.

મતદારોના બદલાયેલા મિજાજે પક્ષોને આપ્યો સ્પષ્ટ સંદેશ.!

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનું પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહૌલ જાેવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની ૫૦ બેઠકો પર ૩૭ બેઠકો પર ભાજપે કબજાે જમાવ્યો છે તો બીજી તરફ તાલુકા પંચાયતની ૨૪૯ બેઠકો પર ભાજપે ૧૪૮ બેઠકો કબજે કરી છે ત્યારે સામાપક્ષેથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ પણ જાેરદાર ટક્કર આપી હતી અને વિરોધ પક્ષમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. હવે ચોક્કસ પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પર ભાજપનું સાશન રહેશે તે નક્કી છે પરંતુ આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનું પરિણામે સૌ કોઈએ ચોંકાવી દીધાં હતાં અને હવે મતદારો પણ જાગૃત થયાં હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

 

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના પડઘમ શાંત પડ્યાં છે. આજરોજ પરિણામો જાહેર થતાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે આ પરિણામના આંકડાઓ ચોંકાવનારા સાબીત થયાં છે. કારણ કે, તમામ બેઠકો પર પોતાનો દબદબો હોવાનું પુરવાર કરતાં ભાજપના ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. મતદારોનો મિજાજ આ વખતની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં અલગ જાેવા મળ્યો છે. મતદારોમાં અંદરો અંદર આક્રોશની જ્વાળાઓ તેઓએ મતદાન કરી વ્યક્ત કર્યાે હોય તેમ લાગી રહ્યું છે. જનતા જનાર્દનના આ નિર્ણયના પરિણામે સમગ્ર દાહોદ જિલ્લાના રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં અંદરખાને ભુકંપ સર્જયો છે. કારણ કે, મોટી સરસાઈથી જીતના દાવાઓ કરતી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મહત્તમ આશા કરતાં પરિણામ ન મળતાં ઉમેદવારો અને તજજ્ઞોના મતે આવનાર ચુંટણીઓમાં મોટી અસર સાબીત કરી શકે છે. મતદારોની મુળભુત સુવિધાઓને હવે પાર્ટીએ વિશેષ ધ્યાન આપવનું આજના આ પરિણામથી અતિઆવશ્યક બની રહ્યું છે. ભલેને ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ થઈ હોય પરંતુ ક્યાંકને ક્યાંક મતદારોને રિઝવવામાં આવે મતદારોને પોતાની તરફેણ કરવામાં કચાસ રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

Share This Article