દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએથી 2.28 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા..

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએથી 2.28 લાખના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા..

દાહોદ જિલ્લામાં પોલીસે બે જુદી જુદી જગ્યાએથી 1,02,920 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા છે. ત્યારે પોલીસે પ્રોહિબિશનના બન્ને બનાવોમાં એક મોપેડ ફોર વીલર ગાડી તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ 2,28,920 નો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ 4 ઈસમો સામે ગુનો નોંધ્યો છે.

પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારિયા તાલુકાના અસાયડી પુલ પાસે બનવા પામ્યો છે. જેમાં રાજસ્થાન ઉદેપુર ગીરવા તાલુકાના કિરણ મંગરી સેક્ટર ખાતેના મહેન્દ્રભાઈ ચીમનસીંગ સીસોદીયા, રાજેન્દ્ર ભાઈ ભૈરવસિંહ રાઠોડ પોતાના કબ્જા હેઠળની Gj-01-HB-3648 પોતાના કબ્જાની ફોરવિલ ગાડીમાં મંગળ ઉર્ફે યશવંત રાઠોડના પાસેથી વિદેશી દારૂ ભરીને લાવતા રસ્તામાં દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામના પુલ પાસે પોલીસે વોચ દરમિયાન ઉપરોક્ત બન્ને ઈસમોને ઝડપી ગાડીની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 48 બોટલો મળી 77,340 કિંમતનો વિદેશી દારૂ તેમજ ફોર વહીલ ગાડી મળી કુલ 1,83,340 નો મુદ્દામાલ કબ્જે કરી દારૂમાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય ઈસમ વિરૂઘ્ધ ગુનો દાખલ કર્યો છે.

પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના રાણાપુર મહેંદી ફળિયા ખાતે બનવા પામ્યો છે. જેમાં ગલાલીયાવાડ ખાતે ના રહેવાસી અક્ષય ભાઈ ખરાડીયા પોતાના કબજાની Gj-17-BM-1865 નંબર ની ગાડી માં દારૂ ભરી લાવતાં પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાના-મોટી 187 બોટલો મળી 25,580 રૂપિયાનો વિદેશી દારુ તેમજ 20,000 કિંમતની મોટરસાયકલ મળી કુલ 45,580 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન નો ગુનો દાખલ કર્યો હતો.

Share This Article