Monday, 30/06/2025
Dark Mode

દાહોદ જિલ્લા પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી 3.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો:કુલ ૯ ઈસમો સામે ગુનો નોંધાયો.

April 2, 2022
        821
દાહોદ જિલ્લા પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી 3.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો:કુલ ૯ ઈસમો સામે ગુનો નોંધાયો.

રાજેશ વસાવે :- દાહોદ

 

દાહોદ જિલ્લા પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી 3.45 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો:કુલ ૯ ઈસમો સામે ગુનો નોંધાયો.

 

દાહોદ જિલ્લા પોલીસે ત્રણ જુદી જુદી જગ્યાએથી 3,45,120 રૂપિયાના મુદ્દામાલ સાથે એકને ઝડપી જેલ ભેગો કર્યો છે ત્યારે ત્રણ ઈસમો પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ થયાં છે.પોલીસે પ્રોહીના ઉપરોકત ત્રણેય બનાવોમાં એક ફોર વહીલર ગાડી અને એક મોટર સાઇક્લ મળી 8,23,720 નો મુદ્દામાલ. પોલીસે કબજે કરી વિદેશી દારૂની હેરફેમા સામેલ ૯ લોકો વિરુદ્ધ પ્રોહીનો ગુનો દાખલ કર્યો છે

 

પ્રોહીનો પહેલો બનાવ ઝાલોદ તાલુકાના કાલિગામ ખાતે બનવા પામ્યો છે.જેમાં સાતસેરા ફળીયાના શરદભાઈ દીતાભાઈ ડાંગી પોતાના રહેણાંક મકાનમાં દારૂનો વેપલો કરતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા દરોડા દરમિયાન શરદભાઈ દીતાભાઈ ડાંગી હાજર ના મળતા પોલીસે મકાનની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ તેમજ બિયરની 168 બોટલો મળી 26,880 નો મુદ્દામાલ મળી આવયો હતો પોલીસે શરદભાઈ દીતાભાઈ ડાંગી વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કર્યો હતો.

 

જયારે બીજો પ્રોહીનો બનાવ દેવગઢ બારીયા તાલુકાના ફાગીયા ગામે જંગલ વિસ્તારમાં બનવા પામ્યો છે.જેમાં અમરસીંગ શંકરલાલ તોમર રહેવાસી ઉંમરવડ ગમોલ ફળિયા તાલુકા કઠિવાડા જિલ્લા અલીરાજપુર તેમજ સુરેશ ઉર્ફે સુર્યાભાઈ ગોપસીંગ ભાઈ ભીલાલા રહેવાસી નાની વડોઈ કઠિવાડા જિલ્લા અલીરાજપુર નાઓએ પોતાના કબ્જાની MP-69-AF-9495 નંબરની મોટર સાઇક્લ પર કંથાનના લગડામાં વિદેશી દારૂનો જથ્થો ભરી દેવગઢ બારીયા તરફ આવી રહ્યા હતા. તે સમયે રસ્તામાં આવેલા ફાગીયા જંગલ વિસ્તારમાં વોચમાં ઉભેલી સાગટાલા પોલીસે તેઓને રોકવાનો પ્રયાસ કરતા સુરેશ ઉર્ફે સૂર્યા ભાઈ ભીલાલા પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.જયારે અમરસીંગ શંકરભાઈ તોમર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે કંથાનના લગડાની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વોટરીયાની 10 પેટીઓ ગોવા સ્પરીટ વહીસ્કી પ્લાસ્ટિકના ક્વોટરીયા મળી કુલ 568 બોટલો મળી 99,440 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે 25 હજાર રૂપીયા કિંમતની મોટર સાઇક્લ અને વિદેશી દારૂ મળી 1,24,880 નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

પ્રોહીનો ત્રીજો બનાવ દેવગઢ બારીયા તાલુકાના પીપરગોટા ગામે બનવા પામ્યો છે જેમાં રાહુલ મગન માવી રહેવાસી ભીંડોલ સિન્ટાસ કનુ રાવત રહેવાસી સલાડી ભાભરા અલીરાજપુર પોપટ માવસીંગ ભાઈ ભુરીયા અલીન્દ્રા ગામના ઈસમોએ GJ-20-V-0376 નંબરની તુફાન ગાડીમાં મધ્યપ્રદેશથી રાજુભાઈ ભોપાત ભાઈ માવી રહેવાસી કંજેટા ધાનપુર ધીરજ ઉર્ફે બકલા ભાઈ ચંડીયા ભાઈ ભાભોર રહેવાસી રહોડી નાઓએ વિદેશી દારૂનો જથ્થો મંગાવતા સુનિલ કાળા બામણીયા રહેવાસી કઠિવાડા ના ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી ધાનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં પીપરગોટા ગામે પોલીસની વોચ જોઈ ગાડી રસ્તામાં મૂકી ભાગી ગયા હતા ત્યારબાદ પોલીસે તુફાન ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 45 પેટીઓમાં 2160 બોટલો મળી 2.80.800 નો દારૂ તથા ટીન બીયર ની 38 પેટીઓમાં 912 બોટલો મળી કુલ રૂપિયા 3,72,000 નો વિદેશી દારૂ જથ્થો તેમજ 3 લાખ કિંમતની ફોર વહીલર ગાડી મળી 6,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વિદેશી દારૂમાં સંડોવાયેલા 6 જેટલાં ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!