
સુમિત વણઝારા
દાહોદની પોસ્ટ ઓફિસ નજીક ખાનગી લકઝરી બસ પર વીજ કંપનીનો પોલ તૂટીને પડ્યો: મુસાફરોનો આબાદ બચાવ..
દાહોદ થી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આશરે ૨૫થી વધારે મુસાફરો ભરીને જતી લક્ઝરી બસને નડ્યો અકસ્માત..
દાહોદ તા.01
દાહોદની નગરપાલિકા ચોક નજીક આવેલી પોસ્ટ ઓફિસ પાસે આજે વહેલી સવારે ખાનગી બસ ઇન્દોર તરફ જઈ રહી હતી તે સમયે અચાનક વીજ કંપનીનો લોખંડનો પોળ તૂટીને ખાનગી બસ ઉપર પડી જતા મોટી દુર્ઘટના ટળી હતી જોકે સદનસીબે પાછળ આવી રહેલા બાઈક ચાલકોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં વીજ કંપનીનો પોળ જમીન માંથી નીચેની કાટ ખાઈને આજે વહેલી સવારે ખાનગી બસ ઉપર પડી જતા કોઈને પણ જાનહાની કે ઈજાઓ પહોંચી ના હતી જોકે સદનશીબે બસમાં સવાર કેટલાક મુસાફરોનો પણ આબાદ બચાવ થયો હતો વીજ કંપનીનો પોળ અચાનક તૂટીને બસ ઉપર પડતા કહી શકાઈ કે મોટી દુર્ઘટના ટળી હતી દિવસ દરમિયાન લોકોની અવર જવર ના કારણે ભરચક રહેતા વિસ્તારમાં જો દિવસે આ ઘટના બનવા પામતી તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી પરંતુ ખાનગી બસ પર પોળ તૂટીને પડતા ખાનગી બસને નુકશાન પણ થવા પામ્યું હતું