
સુભાષ એલાણી :- દાહોદ
દાહોદમાં આવતીકાલે ચેટીચંદ ના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે..
લાડ લુહાણા સમાજ તેમજ સમસ્ત સિંધી પંચાયત દ્વારા ચેટીચંદ ના પર્વ નિમિત્તે મહા આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ યોજાશે…
દાહોદ તા.01
દાહોદ શહેરમાં આવતીકાલે ચેટીચંદનો તહેવાર આવતો હોવાથી દાહોદ શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા ચેટી ચાલની ઉજવણીને લઇ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. એપ્રિલના રોજ ચેટીચંદ આ તહેવારને અનુલક્ષીને સિંધી સમાજ દ્વારા તેમના આરાધ્યદેવ ઝુલેલાલ ભગવાનની પૂજા અર્ચના તેમજ પ્રસાદી બાદ મહાઆરતી નો આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી કોઈપણ સામાજિક પ્રસંગે તહેવાર ધામધૂમથી ઉજવાયો નથી ત્યારે આ વર્ષે પરિસ્થિતિ સામાન્ય થતા સરકાર દ્વારા covid 19 ના તમામ પ્રતિબંધો ઉઠાવી લીધા છે ત્યારે આગામી બીજી એપ્રિલના રોજ ચેટીચંદ નો તહેવાર આવતો હોવાથી દાહોદ શહેરમાં વસવાટ કરતાં સિંધી સમાજ દ્વારા બે વર્ષ બાદ ચેટીચંદ ની ભવ્ય ઉજવણીના કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.સિંધી સમાજ દ્વારા આ વર્ષે બીજી એપ્રિલના રોજ ચેટીચંદ તહેવારમાં અનુલક્ષીને સવારે આઠ વાગ્યે ગોત્રી રોડ સ્થિત જુલેલાલ સોસાયટી માં આવેલા જુલેલાલ મંદિર ખાતે સિંધી લાડ લોહાણા સમાજ તેમજ સિંધી પંચાયત દ્વારા ભેગા મળી ઝુલેલાલ ભગવાનની પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ મહાઆરતી તેમજ પ્રસાદી ભંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આજે 4:00 કૈલાશ મિલ રોડ આત્માનંદ સોસાયટી ખાતે ઝૂલેલાલ ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નિકળશે ત્યારબાદ સિંધી સોસાયટી થઈ જૂની કોર્ટ રોડ નગરપાલિકા ભગિની સમાજ થઈ દેસાઈવાડ તળાવ ખાતે રાત્રે 10:30 વાગ્યે પૂજાવિધિ બાદ પૂર્ણ કરાશે. જેની તૈયારીઓને લઈને સમાજ દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.