Saturday, 20/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના શાષ્ટા ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લસણના પોટલાની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ને દબોચ્યા..

March 31, 2022
        1089
લીમખેડા તાલુકાના શાષ્ટા ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લસણના પોટલાની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ને દબોચ્યા..

ગૌરવ પટેલ લીમખેડા

લીમખેડા તાલુકાના શાષ્ટા ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લસણના પોટલાની આડમાં સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ને દબોચ્યા,

 

પોલીસે 2.16 લાખ કિંમતના વિદેશી દારૂનો જથ્થો તેમજ 2.50 કિંમતની ફોરવીલ ગાડી મળી 4.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…

 

લીમખેડા તા.31

 

લીમખેડા તાલુકાના શાષ્ટા ગામે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી લસણના પોટલાંની આડમાં સંતાડીને લઇ જતા ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થા બે ઈસમોને ઝડપી પાડ્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે.ત્યારે બુટલેગર તત્વો દ્વારા વિદેશી દારૂની રેલમછેલ કરી લગ્નસરાની સીઝનમાં તગડો નફો રળી લેવા માટે અવનવો કીમિયા અજમાવી મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના રસ્તે વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. ત્યારે વિદેશી દારૂ ની બદી ને કડક રીતે ડામી દેવા એક્શનમાં આવેલી પોલીસે ઠેર-ઠેર નાકાબંધી ગોઠવી દીધી છે.ત્યારે ગતરોજ લીમખેડા તાલુકાના શાષ્ટા ગામે પેટ્રોલિંગમાં નીકળેલી લીમખેડા પોલીસને બાતમી મળી હતી કે લીમડી તરફથી પીકઅપ ગાડીમાં લસણના પોટલાંની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો લીમખેડા તરફ આવવાનો છે.તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આવતા જતા વાહનોની તલાશી લઈ રહ્યા હતા.તે સમયે સામેથી આવતી પીકઅપ ગાડીને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ત્યારે પીકઅપ ગાડીનો ચાલક પોતાની ગાડીને પૂરઝડપે હંકારી બાંડીબાર ગામ તરફ હંકારવા લાગતા પોલીસે આશરે સાત કિલોમીટર જેટલો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.અને પીકઅપ ગાડીને રોકતા પોલીસે તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 56 પેટીઓમાં 2400 બોટલો મળી 2,16,960 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ 2,50,000 લાખ કિંમતની પીકઅપ ગાડી મળી કુલ રૂપિયા 4,66,960 ના મુદ્દામાલ સાથે દિનેશભાઈ કિસનલાલ પવાર રહેવાસી ગાંધીસાગર ભાણપુર જિલ્લા મંદસોર તેમજ કલ્પેશભાઈ ચંદ્રસીંગ ભાઈ પટેલ રહેવાસી પતંગડી સીંગવડ નાઓને ઝડપી પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી બન્ને ઈસમોને જેલ ભેગા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!