
સુમિત વણઝારા
દાહોદ જિલ્લા પંચાયત વહીવટી મંડળ વર્ગ-૩ના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી..
દાહોદ તા.01
દાહોદ જિલ્લા પંચાયત વહીવટી મંડળ વર્ગ 3 ના કર્મચારીએ પોતાની પડતર મંગાણીઓ ન સંતોષતા કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓની જૂની પેંશન યોજના બંધ કરી નવી પેંશન યોજના લાગુ કરાતા કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેના પરિણામ સ્વરૂપ દાહોદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા વર્ગ 3 ના કર્મચારીઓએ સરકાર સામે બાયો ચઢાવી કાળી પટ્ટી ધારણ કરી તેમની કચેરીઓમાં 15 મિનિટ વહેલા પહોંચી કામકાજ શરૂ કરતા પહેલા કચેરી પરિસરમાં સામુહિક રીતે ભેગા થતાં હતા. અને બે મિનિટનો મૌન પાળ્યો હતો. ત્યારબાદ નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન લાગુ કરવા માટેની માંગ સાથે કચેરી પરિસરમાં સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.દેશમાં અન્ય રાજ્યોની સરકારો દ્વારા જૂની પેન્શન યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ જૂની પેન્શન યોજના અમલમાં લાવવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અમલમાં ન લાવવામાં આવતા વર્ગ-૩ના કર્મચારીઓ આજરોજ સરકાર સામે બાંયો ચડાવી કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.