
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના રળીયાતી ગામે પંડિત દિન દયાલ કોલોનીમાં પતિ-પત્નીએ સજોડે ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું
દાહોદ તા.31
દાહોદ તાલુકાના રાણીયાતી ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યાય કોલોની ખાતે પતિ-પત્નીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાનો જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી ગામ ખાતે આવેલા પંડિત દિન દયાલ કોલોની ખાતેના રહેવાસી પતિ પત્નીએ તેના ઘરમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોના વૃદ્ધ દેશનો કબજો લઈ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. હાલ આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે ત્યારે ઉપરોક્ત બંને પતિ-પત્નીએ કયા કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. આત્મહત્યાના બનાવના પગલે આસપાસનાં સ્થાનિકોમાં ચર્ચાનો દોર શરૂ થવા પામ્યો છે.