Friday, 11/07/2025
Dark Mode

સંતરામપુર તાલુકાના ડોળી ગામે ઉનાળો શરૂ થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાઈ ,સ્થાનિકો મૂંગા પશુઓની અને પીવાના પાણી માટે એક કિલોમીટર ચાલીને જવા મજબુર

March 31, 2022
        813
સંતરામપુર તાલુકાના ડોળી ગામે ઉનાળો શરૂ થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાઈ ,સ્થાનિકો મૂંગા પશુઓની અને પીવાના પાણી માટે એક કિલોમીટર ચાલીને જવા મજબુર

ઈલિયાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના ડોળી ગામે ઉનાળો શરૂ થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાઈ

સ્થાનિકો મૂંગા પશુઓની અને પીવાના પાણી માટે એક કિલોમીટર ચાલીને જવા મજબુર

સંતરામપુર તા.31

સંતરામપુર તાલુકાના ડોળી ગામે ઉનાળો શરૂ થતાં જ પાણીની તીવ્ર અછત સર્જાઈ ,સ્થાનિકો મૂંગા પશુઓની અને પીવાના પાણી માટે એક કિલોમીટર ચાલીને જવા મજબુર

 સંતરામપુર તાલુકાના ડોડી ગામે ગ્રામજનો પાણી માટે વલખા મારતા હોય છે કેટલીક જગ્યાએ કૂવામાંથી પાણીના તળ બિલકુલ સુકાઈ ગયા છે.અને તળિયાઝાટક થઇ ગયો છે.ભગોરા પરિવારને મૂંગા પશુઓની પાણી પીવડાવવા માટે અને ઘર માટે તેમનું પરિવાર ત્રણ કલાક સુધી એક કિલોમીટર ચાલીને બીજા ફળિયામાંથી કૂવામાંથી પાણી ખેંચીને પોતાના ઘરે બીજા છેડે ચાલીને પાણી લઈને આવતા હોય છે.અછત અને ગંભીર પરિસ્થિતિ જોવાઇ રહી છે.આ પરિવારોને ઘરની આજુબાજુ હેડપંપ કે અન્ય બીજી સુવિધા ન હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી પાણી માટેની ગંભીર પરિસ્થિતિ ઊભી થયેલી છે આગળના પરિવારો પોતાનું ગુજરાત પશુપાલન અને મજૂરી વર્ગ હોવાથી મોટી સમસ્યા ઊભી થયેલી છે તેમના તમામ ઘરના પરિવારો પાણી લેવા માટે એક કિલોમીટર ચાલીને જવું પડે છે.ખેતરોમાં અને ખાડાઓ ખોદીને પાણી લેવા જવું પડતું હોય છે.સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે કે નળ શે જળ વાસ્મો યોજના સરકાર મોટી મોટી યોજનાઓ લાવે છે પરંતુ હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે કફોડી હાલત બનતી જાય છે આ બાબતની અનેકવાર સ્થાનિક સરપંચને રજૂઆત કરવા છતાંય પાણીની સુવિધા પૂરી પાડવામાં આવેલીન હતી ભર ઉનાળામાં પાણી માટે વલખા મારવાનો મારવા આવેલો છે આ પરિવારોની જો પાણી જોઈતું હોય એક કિલોમીટર ચાલવું જ પડે આજુબાજુ કોઈપણ નજીકમાં પાણીની સુવિધા જ નથી આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ભગોરા દિનેશભાઈ કાળુભાઈ પોતાના પરિવાર સાથે તાવિયાડ ફળિયામાંથી રોજ પાણી લેવા જવું પડતું હોય છે અને ગામની અંદર દૂર વિસ્તારોમાં હેડ પંપ બંધ હાલતમાં જોવાઈ રહેલા છે દિવસે દિવસે ઉનાળાનો ગરમી નો સમય વધારે પારો વધી રહ્યો છે ત્યારે પાણી માટે મુંગા પશુઓને માનવી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!