Thursday, 25/04/2024
Dark Mode

દાહોદમાં પાન મસાલાના વેપારીના ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો:પાનમસાલા, તમ્બાકુ, સિગરેટ મળી અંદાજે 6 થી 8 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર…

May 18, 2021
        3441
દાહોદમાં પાન મસાલાના વેપારીના ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો:પાનમસાલા, તમ્બાકુ, સિગરેટ મળી અંદાજે 6 થી 8 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદમાં પાન મસાલાના વેપારીના ગોડાઉનને નિશાન બનાવતા તસ્કરો 

ઉકરડી રોડ મહાવીર નગરમાં મસાલાના ગોડાઉનના રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ ત્રાટકેલા તસ્કરોઓએ તાળા તેમજ નકુચા તોડી ગોડાઉનમાં પ્રવેશ્યા હોવાની આશંકા

તસ્કરોએ ગોડાઉનમાંથી વિમલ પાનમસાલા, બુધાલાલ તમ્બાકુ, સિગારેટના પેકેટ (ડંડા) તેમજ બાગબાન તમાકુના ડબ્બાઓ મળી આશરે 6 થી 8 લાખ રૂપિયાના સમાનની ચોરી થયાં નું વેપારીનો આક્ષેપ  

 દાહોદ ટાઉન પોલીસને જાણ થતા પોલીસ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

દાહોદ તા.18

 

દાહોદ તાલુકાના ઉકરડીરોડ મહાવીર નગરમાં એક ગુટકા, પાન,મસાલાના ગોડાઉનમાં ગતરોજ રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગોડાઉનમાંથી અંદાજે ૬ થી ૮ લાખ રૂપિયાનો ગુટકા પાન મસાલાનો સામાન ચોરી કરી લઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

હાલ કોરોના કાળમાં અને લોક ડાઉનના માહોલ વચ્ચે આમે બજારોમાં ગુટકા,પાન, મસાલાના ભાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગતરોજ દાહોદ તાલુકાના ઉકરડી રોડ મહાવીર નગરમાં ચોરીની એક ઘટનાને પગલે પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉકરડી રોડ પર મહાવીર નગર સ્થિત એક ગોડાઉનમાં એક વેપારીનો ગુટકા,પાન, મસાલાનો જથ્થો ભરી રાખ્યો હતો. આ ગોડાઉનમાં ગતરોજ મધ્યરાત્રિના કોઇપણ સમયે આ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ગોડાઉનમાં ભરી રાખેલ અંદાજે ૬ થી ૮ લાખ રૂપિયાનો જંગી ગુટખા, પાન – મસાલાનો જથ્થો ચોરી કરી લઇ જતા વહેલી સવારે પોતાના ગોડાઉનમાં ચોરી થઇ હોવાની જાણ વેપારીને થતાં વેપારી સહિત લોકો ગોડાઉન તરફ દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ સ્થાનિક પોલીસને પણ કરતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ આરામ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!