
ફતેપુરા તાલુકા માં કોરોના મહામારી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું.
વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ:સરસવા પૂર્વ ખાતે આશા સંમેલન યોજાયું.
ફતેપુરા તા.05
ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આશા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન આયુષ્યમાન કાર્ડ વિતરણ તેમજ આશા બહેનો નું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું તેમજ સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સંમેલન યોજાયો હતો ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી સી ડી પટેલ, જિલ્લા મેલેરીયા અધિકારી અતિત ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પારગી, કરમેલ ના તાલુકા સભ્ય, સુખસર ના તાલુકા સભ્ય જયક્રિષ્નાબેન કલાલ, ગામના આગેવાન કીર્તિ પાલ સિંહ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે આર હા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર આશા બહેનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આરોગ્ય બાબતની કેવા પ્રકારની કાળજી રાખવી ફિલ્ડમાં જતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પરિવારની મુલાકાત લેવી આરોગ્ય તપાસણી કરવી જેવી સૂચનાઓ આપવામાં આવી હતી કોરોના મહામારી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનોને પ્રોત્સાહક ભેટ આપી સન્માનિત કરાયા હતા. સ્ટેટ કામગીરી કરનાર મેડીકલ ઓફિસરો ને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તેમજ આરોગ્ય વિભાગમાં અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું આપવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ બ્રધર જોષી દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રસુતિ કરવામાં આવી હતી. જેની રાજ્યકક્ષાએ પસંદગી થઇ હતી અને સન્માનિત કરાયા હતા જે ટીમનું દંડક રમેશભાઈ કટારા ના હસ્તે પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય કર્મચારી અને આશા બહેનો એ સૌથી વધુ સેવા આપી છે જેઓ પ્રશંસાને પાત્ર છે આરોગ્યમાં સેવા કરવી તે જ ભગવાનનું બીજું રૂપ છે. આરોગ્ય સેવાને જ પોતાનો જીવનમંત્ર બનાવી ને ફરજ બજાવવી જોઈએ. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ ના લાભાર્થીઓને કાર્ડ નું વિતરણ કરાયું હતું તાલુકા તાલુકા આરોગ્ય અધિકારી આભારવિધિ કરી હતી.