
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં 23 વર્ષીય પરણિતાને સાસરી પક્ષ દ્વારા દહેજ અંગે માંગણી કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં પરણિતાની પોલીસમાં રાવ
દાહોદ તા.04
દાહોદ શહેરની 23 વર્ષીય પરિણીત મહિલાને તેના પતિ તેમજ સાસુ સસરા દ્વારા દહેજની માંગણી કરી અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં સાસરી પક્ષના અત્યાચારથી વાજ આવેલી પરિણીતાએ મહિલા પોલીસ મથકના દ્વાર ખટખટાવ્યા નું જાણવા મળે છે.
વધુ મળતી માહિતી અનુસાર અમદાવાદ નરોડા પાટિયા નજીકના મહાજનિયાવાસની 23 વર્ષીય સ્વાતિ બેન જગદિશ ભાઈ ના લગ્ન સાત વર્ષ અગાઉ સમાજ ની રીત રિવાજ મુજબ દાહોદ શહેરના ખડા કોલોની સ્થિત જસવિન્દર ચૌહાણ જોડે થયા હતા. બે વર્ષ સારું રાખ્યા બાદ પતિ તેમજ સાસુ-સસરાએ પોતાનું પોત પ્રકાશતા પતિ દ્વારા દહેજ અંગે અવારનવાર માગણી કરી તું મને ગમતી નથી તેમ કહી મારઝૂડ કરી અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં તેમજ સસરા જગદીશભાઈ સજ્જનભાઈ ચૌહાણ, તેમજ સાસુ ભારતીબેન જગદિશભાઈ ચૌહાણ દ્વારા તો અમારા ઘરમાંથી નીકળી ગયા તેમ કહી અવારનવાર ત્રાસ આપતા પતિ તેમજ સાસુ-સસરાના અમાનુષી અત્યાચાર થી વાજ આવેલી સ્વાતિબેન ચૌહાણે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ મહિલા પોલીસે પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ દહેજ પ્રથા અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.