
ગૌરવ પટેલ :- લીમખેડા
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે સવા લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો: પોણા પાંચ લાખના મુદ્દામાલ સાથે એક બાળ કિશોર સહિત ત્રણ ઈસમો ઝડપાયા
દાહોદ તા.04
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પોલીસે 1,19,710 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સહીત કુલ ત્રણ ઈસમોને ઝડપી જેલ ભેગા કર્યા છે. જ્યારે પોલીસે એક ફોર વીલર ગાડી તેમજ મોબાઇલ મળી કુલ 4,75,710 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ છે.
પ્રોહીનો પહેલો બનાવ દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર બનવા પામ્યો છે.જેમાં દાહોદ તાલુકાના ઉસરવાણ ટિંડોરી ફળીયાનો નિકુલ ભાઈ કલ્લુભાઈ બારીયા તેમજ એક બાળ કિશોર પોતાના કબજા હેઠળની GJ-20-AH-6641 નંબરની હુન્ડાઈ i20 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં ભથવાડા ટોલનાકા પર વાહન ચેકિંગ દરમિયાન પીપલોદ પોલીસે ગાડી રોકાવી તેની તલાસી લેતાં તેમાંથી પ્લાસ્ટિકની દારૂની પેટીઓ, તેમજ 142 જેટલા છૂટા ક્વાટરીયા મળી 93,340 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ 3.50 લાખની હુન્ડાઈ i20 કાર, તેમજ, 6 હજાર રૂપિયાના બે મોબાઇલ મળી 4,49,340 ના મુદ્દામાલ સાથે એક બાળ કિશોર મળી કુલ બે ઇસમોને ઝડપી જેલભેગા કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ સિંગવડ તાલુકામાં બનવા પામ્યો છે જેમાં દાહોદ એલસીબી પોલીસે વિશ્વાસ ફળિયાના રમેશભાઈ મોહનભાઈ વોહનિયાના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 176 બોટલો મળી 26,340 ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે રમેશ મોહનિયા ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.