Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ તાલુકામાં સમાવિષ્ટ 7 ગામોમાં અંધારપટ છવાયો,સ્ટ્રીટ લાઈટના બીલોની ભરપાઈ ન થતા એમજીવીસીલએ કનેકશનો કાપ્યા

March 3, 2022
        1366
દાહોદ તાલુકામાં સમાવિષ્ટ 7 ગામોમાં અંધારપટ છવાયો,સ્ટ્રીટ લાઈટના બીલોની ભરપાઈ ન થતા એમજીવીસીલએ કનેકશનો કાપ્યા

રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદ તાલુકામાં સમાવિષ્ટ 7 ગામોમાં અંધારપટ છવાયો,સ્ટ્રીટ લાઈટના બીલોની ભરપાઈ ન થતા એમજીવીસીલએ કનેકશનો કાપ્યા

દાહોદ તા.03

દાહોદ તાલુકાના 7 ગામોમાં અંધારા ઉલચવાનો વારો આવ્યો છે.ઉપરોક્ત પંચાયતો દ્વારા સ્ટ્રીટ લાઈટના એક લાખ ઉપરાંતના વિજબીલની રકમ ન ભરપાઈ થતા એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટ્રીટ લાઈટના કનેકશનો કાપી દેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ દાહોદ જિલ્લામાં પાયાની સુવિધાઓ આપવા તેમજ કામોમાં થયેલ ખામી ને દૂર કરવા દિલ્હીથી સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ દાહોદ તાલુકામાં સમાવિષ્ટ લીલર,કતવારા,કઠલા કાલી તળાઈ, વણભોરી રામપુરા અને જેકોટ સહિતના 7 ગામોના સ્ટ્રીટલાઇટના 1,09,708.45 જેટલાં બિલો બાકી નીકળતા બિલોની સમયસર ભરપાઈ કરવામાં ન આવતા એમ.જી.વી.સી.એલ દ્વારા દાહોદ તાલુકામાં સમાવિષ્ટ ઉપરોક્ત 7 ગામોની સ્ટ્રીટલાઇટના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. જેના પગલે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ તાલુકાના સમયથી ગામોના રહેવાસીઓને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે.જોકે સ્ટ્રીટ લાઈટના બાકી નીકળતા બીલોની ભરપાઈ ક્યાં કારણોસર કરવામાં આવી નથી. તેં અંગે હાલ કોઈ સ્પષ્ટતા થવા પામી નથી. ત્યારે હાલના તબક્કે એમ.જી.વી.સી.એલ દ્વારા સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. ત્યારે શહેર જેવી પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવાના સ્વપ્ન જોતા ઉપરોક્ત ગામોના લોકો ને હાલના આ તબક્કે અંધારપટ ના લીધે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!