
દાહોદ તા.03
દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા ગામે 1962 ફરતા પશુ દવાખાનાના પ્રયાસોથી હૉર્ન કેન્સરથી પીડાતા બળદ બીમારી મુક્ત થયો
આજ રોજ તા:- 1/3/2022 ના રોજ દેવગઢ બારિયા તાલુકાના રાણીપુરા ગામ ના ટનકેરા ફળીયામાં રહેતા પશુપાલક મયાલા ભાઈ વગાભાઈ પટેલ ના બળદ ને સિંગડાના ભાગે લોહી નો બગાડ આવતો હોવાથી તેમને 1962 ફરતું પશુ દવાખાના મા કેસ નોંધાવ્યું હતું ત્યારે 1962 ના પશુ ચિકિત્સક ડોકટર ધ્રુવ રાજગોર અને ઙા.ગોતમ પુરોહિત અને તેમની સ્ટાફ સાથે રાણીપુરા ગામમાં ટનકેરા ફળિયા મા પહોંચી ગયા હતા, બળદને તપાસ કરતા બળદને હોર્ન કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે બળદને બચાવવા માટે ડોકટર ધ્રુવ રાજગોર અનેઙા.ગોતમ પુરોહિત તથા પાયલોટ મહેશ કોળી અને સર્જન બારીયા એમ બને ટીમ મળીને સવા કલાક ની સારવાર ઓપરેશન બાદ બળદનું સિંગડું કાપી હોર્ન કેન્સરથી પીડાતા બળદ ને બીમારી માંથી મુક્તિ અપાવી જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને હાલ બળદ સુરક્ષિત હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રી સરકાર શ્રી ની યોજના અંતર્ગત અને GVK EMRI દ્વારાા PPP Mode પર દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની યોજના ચાલે છે જેમાં દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં કાળી ઙુગરી ગામ મા મુખ્ય મથક અતૃગત સરકાર શ્રી દ્વારા એક એમ્બ્યુલન્સ મુકાયેલી છે એમાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવેલ છે