સુખસર તાલુકામાં ચૂંટણી અનુલક્ષી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકામાં ચૂંટણી અનુલક્ષી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી*

*વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેના માટે માર્ગદર્શન અપાયું*

 સુખસર,તા.21

 આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા દ્વારા સુખસર તાલુકાના નિદકાપૂર્વ અને કુંડલા ગામની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમ્યાન બંને ગામોમાં વિવિધ રાજકીય પાર્ટીઓના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી.

             બેઠક દરમિયાન એસપીએ તમામ પક્ષોના આગેવાનોને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે,પોલીસ હંમેશા પ્રજાની મિત્ર છે.અને કોઈપણ સમસ્યા હોય તો નિડરપણે પોલીસનો સંપર્ક કરવો તેમજઅડધી રાત્રે પણ પોલીસની જરૂર પડે તો જાણ કરશો, અમે મદદ માટે આવી જઈશું,” વિશ્વાસ આપ્યો હતો. તેમજ ચૂટણીને પવિત્ર તહેવાર ગણાવી દરેક મતદાતાને પોતાના મનપસંદ પક્ષને મત આપવાનો અધિકાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ લોકશાહી પ્રક્રિયામાં સૌએ જવાબદારીપૂર્વક ભાગ લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી.

        વધુમાં એસપી રવિરાજસિંહ જાડેજા એ કડક ચેતવણી આપતા જણાવ્યું કે,જો કોઈ વ્યક્તિ કાયદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરશે અથવા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો તેના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી દરમ્યાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર હરકત સહન કરવામાં આવશે નહીં.આ મુલાકાત દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તમામ ગામોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.જેથી સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકે.

Share This Article