બાબુ સોલંકી :- સુખસર
*ભીતોડી પ્રાથમિક શાળામાં ડો. એલ એન ચંદાણા દ્વારા નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું*
*બાલ વાટિકા થી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને 949 જેટલી નોટો વિતરણ કરાઈ*
સુખસર,તા.૪
સુખસર તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ આઠમાં કુલ 204 બાળકો અભ્યાસ કરે છે.આ તમામ બાળકોને ધોરણ અનુરૂપ બાલવાટિકામાં દરેક બાળકને બે ખાનાવાળી નોટો,ધોરણ 1 અને 2 માં બે લીટી વાળી નોટો, ધોરણ 3 માં ત્રણ નોટો ,ધોરણ 4 માં ચાર નોટો,ધોરણ 5 માં પાંચ નોટો અને ધોરણ છ થી આઠમાં સાત ચોપડા મળી કુલ 949 જેટલી નોટો અને ચોપડાનું વિતરણ આસપુર ગામના વતની ડોક્ટર એલ .એન ચંદાણા દ્વારા રૂબરૂ શાળામાં પોતાના પરિવાર સાથે આવીને વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમણે બાળકો જણાવ્યું હતું કે પોતે ઊંડાણના વિસ્તારમાં સરકારી શાળામાં અભ્યાસ કરીને આ સ્ટેજ સુધી પહોંચ્યા છે.

તમે પણ ભણવામાં ધ્યાન આપો.અત્યારે તમારો સમય ભણવાનો છે,એક પણ દિવસ ઘરે રહેવું નહીં,દરરોજ શાળામાં આવવું. ધ્યાનથી ભણો,વ્યસનો અને કુટેવથી દૂર રહો.ભણી ગણીને ખૂબ આગળ વધો એવી તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા ડૉ એલ.એન.ચંદાણાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને આભાર માનવામાં આવ્યો હતો.
