Saturday, 27/07/2024
Dark Mode

દાહોદમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બકરી ચરાવનારાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી.!!

February 23, 2022
        7438
દાહોદમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બકરી ચરાવનારાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી.!!

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

દાહોદમાં દિલ્હી મુંબઈ મુખ્ય રેલ્વે માર્ગ પર બકરી ચરાવવા વાળાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી 

રેલવેની મોટી હોનારત ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બકરી ચરાવનાર યુવક ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે:-ડી આર એમ વિનીત કુમાર

કોન્ટ્રાકટ પર કામ કરતા બન્ને પિતા-પુત્રનો અનુભવ કામ લાગ્યો:યુવકે એક કિલોમીટર દોટ મૂકી સામેથી આવતી માલગાડીને થોભાવી

 લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક મારવા છતાંય માલગાડી ના ત્રણ થી ચાર વેગન તૂટેલા ટ્રેક પરથી પસાર થયા

રેલવે તંત્રે યુદ્ધના ધોરણે રેલવેના પાટાનો સમારકામ કર્યું સદભાગ્યે કોઈ જાનહાની નહિ 

દાહોદ તા.23

દાહોદમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બકરી ચરાવનારાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી.!!

લીમખેડા તાલુકાના મંગળ મહુડી નજીક પર ગત તારીખ 21/02/2022 ના રોજ બપોરના 1:00 ના સુમારે ઉસરા તેમજ મંગલ મહુડી વચ્ચે આવતા રેલમાર્ગ પર કિલોમીટર 521/06-08 ની વચ્ચે ડાઉન લાઈન પરથી પસાર થતી 19091 બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી તે સમયે રેલવેના પાટામાં લાગેલી ફીસ્પ્લેટના બોલ્ટ ધડાકાભેર અવાજની સાથે રેલવેના (ટ્રેક ફ્રેક્ચર)ટ્રેક તૂટી પડતા નજીકમાં આવેલા ખેતરમાં બકરી ચરાવનાર લીમખેડા તાલુકાના ગોરીયા ગામના 25 વર્ષીય રાકેશ દીપસિંગ બારીયાએ ટ્રેન પસાર થયા બાદ સ્થળ પર જોતા રેલવે ટ્રેક તૂટેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ બકરી ચરાવનારા આ યુવકે સતર્કતા દાખવી પોતાનાાા અનુભવને લીધે  રેલ દુર્ઘટના થતી બચાવી લીધી હતી.

કોન્ટ્રાકટ પર કામ કરતા બન્ને પિતા-પુત્રનો અનુભવ કામ લાગ્યો:યુવકે એક કિલોમીટર દોટ મૂકી સામેથી આવતી માલગાડીને થોભાવી

 

દાહોદમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બકરી ચરાવનારાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી.!!

લીમખેડા તાલુકાના ગોરીયા ગામના દીપસિંગ બારીયા તેમજ તેમનો પુત્ર રાકેશ બારીયા ભૂતકાળમાં રેલવે ટ્રેક પર કોન્ટ્રાકટ બેજ પર કામ કરતા હોવાથી રાકેશે ટ્રેક ફેક્ચર અંગેની જાણ તેના પિતાને કરતા તેના પિતા દીપસિંગ બારીયા રેલવે કર્મચારીઓનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક ન થવા પામ્યો હતો આખરે દીપસિંહ ભાઈના જણાવ્યાનુસાર રાકેશે પોતાના અનુભવના આધારે લાલ કલરનું ગમછો લઈ ડાઉન ટ્રેક પર મુંબઈ તરફ બે કિલોમીટર સુધી દોટ મૂકી સામેથી આવતી માલગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો..

 લોકો પાયલોટ એ ઈમરજન્સી બ્રેક મારવા છતાંય માલગાડીના ત્રણ વેગન તૂટેલા ટ્રેક ઉપરથી પસાર થયા

દાહોદમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર બકરી ચરાવનારાની સતર્કતાના કારણે રેલ્વેની મોટી દુર્ઘટના ટળી.!!

 

 

રેલવેના તૂટેલા ટ્રેક પરથી અન્ય કોઈ ગાડી પસાર થાય તો કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે રાકેશ બારીયા લાલ કલરનો ગમછો લઇ ડાઉન ટ્રેક પર મુંબઈ તરફ એક કિલોમીટરથી વધારે દોટ મુકી સામેથી આવતી માલગાડીને થોભવવાના પ્રયાસ કર્યા હતા.જોકે માલગાડીના લોકો-પાયલોટે ઈમરજન્સી બ્રેક મારવા છતાંય માલગાડીના ત્રણ થી ચાર વેગન પહેલા ટ્રેક પરથી પસાર થઈ ગયા હતા.

રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેલવેના પાટા નું સમારકામ હાથ ધર્યું: ડાઉન ટ્રેક બે કલાક માટે પ્રભાવિત થયો

લાલ કલરનો ગમછો બતાવી માલગાડીને થોભવતા લોકો પાયલોટે ટ્રેન રોકાવાનું કારણ પૂછતા રાકેશે ટ્રેક ફેક્ચર થયો હોવાની જાણ કરતા માલગાડીના લોકો-પાયલોટે તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરતા આરપીએફ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને રેલવેના પાટાને સમારકામ માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રેલવેનો ડાઉન ટ્રેક બે કલાક માટે પ્રભાવિત થયો હતો.

રેલ્વેને મોટી હોનારત માંથી બચાવનાર બકરી ચરાવનાર યુવકને ઇનામથી સન્માનિત કરવામાં આવશે :-DRM વિનીત કુમાર

રેલવે ટ્રેક ફેક્ચર થયો હોવાની જાણ રેલવેના અધિકારીઓ સહિત DRM વિનીત કુમાર ને થતા તેઓએ સમગ્ર ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક બકરી ચરાવનાર યુવકના લીધે રેલવેની મોટી દુર્ઘટના ટળી કરી હોવાનું સામે આવતા DRm વિનીત કુમારે યુવકને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!