Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ખંગેલા ગામે ફોરવીલ ગાડીની અડફેટે છકડા ચાલકનું મોત 

February 20, 2022
        1007
દાહોદ તાલુકાના ખંગેલા ગામે ફોરવીલ ગાડીની અડફેટે છકડા ચાલકનું મોત 

દાહોદ તાલુકાના ખંગેલા ગામે ફોરવીલ ગાડીની અડફેટે છકડા ચાલકનું મોત 

દાહોદ તા.૧૯

 દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ એક છકડાના ચાલકને અડફેટમાં લેતાં છકડાના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 ગત તા. ૧૮મી ફેબ્રુઆરીના રોજ એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ખંગેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી પોતાના કબજાનો છકડો લઈ પસાર થઈ રહેલ અજીતકુમાર નટવરલાલ ડાભી (રહે. ગારખાયા, મહાકાલેશ્વર વાળી ગલી, દાહોદ, તા.જિ.દાહોદ) ને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં અજીતભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

 આ સંબંધે ગારખાયા, મહાકાલેશ્વર વાળી ગલી ખાતે રહેતાં નટવરલાલ લાલજીભાઈ ડાભીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!