
દાહોદની પરિણીતા પર જૂનાગઢના સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરી અત્યાચાર ગુજાર્યો:પતિએ મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા પોલીસના શરણે
દાહોદ તા.૧૯
દાહોદ શહેરમાં પોતાના પિયરમાં રહેતી અને જુનાગઢ ખાતે લગ્ન કરેલ પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી દહેજની માંગણી કરી મેણા ટોણા મારી મારઝુડ કરતાં આ સંબંધે પરણિતાએ પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ ખાતે લગ્ન કરેલ પરણિતા નિતુબેન ઉર્ફે રીયા વિજયભાઈ બિરણીના લગ્ન તારીખ ૦૭.૧૨.૨૦૧૨ના રોજ વિજયભાઈ લક્ષ્મણભાઈ હિરણી સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પતિ તથા સાસરી પક્ષના લક્ષ્મણદાસ સેલારામ હિરણી, મીનાબેન લક્ષ્મણદાસ હિરણી અને રાજેશભાઈ લક્ષ્મણભાઈ હિરણી દ્વારા નિતુબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપવાનું શરૂં કરી દીધું હતું અને મેણા ટોણા મારી અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું અમારા ઘરમાંથી નીકળી જા અને દહેજની માંગણી કરી નિતુબેન સાથે મારઝુડ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપી નિતુબેનને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં નિતુબેન પોતાના પિયર દાહોદ ખાતે આવી પહોંચી હતી અને આ સંબંધે પોતાના પતિ તથા સાસરી પક્ષના ઈસમો વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————–