Sunday, 06/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેથી કૂવામાંથી મળી આવેલ લાશ સાગડાપાડાના યુવાનની હોવાની ઓળખ છતી થઇ.

February 13, 2022
        3669
ફતેપુરા તાલુકાના સુખસર ખાતેથી કૂવામાંથી મળી આવેલ લાશ સાગડાપાડાના યુવાનની હોવાની ઓળખ છતી થઇ.

 બાબુ સોલંકી :- સુખસર  om

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેથી કૂવામાંથી મળી આવેલ લાશ સાગડાપાડાના યુવાનની હોવાની ઓળખ છતી થઇ.

મરણ જનાર ઈસમ સુખસરના સાગડાપાડાનો હોવાનું બહાર આવ્યું:લાશનો કબજો મેળવવા મૃતક યુવાનના કુટુંબીઓ વડોદરા પહોંચ્યા.

મરણ પામેલા યુવકની ઓળખ  છતી ન થતા લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજમાં મુકાઈ હતી:યુવક નું મોત અંગે ઘૂંટાતું રહસ્ય.

સુખસર,તા.13

ફતેપુરા તાલુકાના સુખસર ખાતેથી ગત બુધવારના રોજ એક અજાણ્યા યુવાનની લાશ કૂવામાંથી મળી આવી હતી.જેની ઓળખ છતી ન થતા લાશને વડોદરા કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ લાઈવ સહિત દૈનિક સમાચાર પત્રોમાં સમાચારો પ્રગટ થતા મૃતક યુવાનના પરિવારજનોને જાણ પડતા લાશનો કબજો મેળવવા પરિવારજનો વડોદરા પહોંચ્યા હોવાનું જાણવા મળે છે.

 પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આફવા રોડ ઉપર આવેલ ભાવેશભાઈ ગણપતભાઈ પંચાલના કૂવામાંથી એક 30 થી 32 વર્ષીય યુવાનની લાશ 9 ફેબ્રુઆરી-2022 ના રોજ મળી આવી હતી.ત્યારબાદ લાશની ઓળખ છતી થાય તે હેતુથી સુખસર પોલીસ દ્વારા તમામ પ્રકારે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.તેમજ દાહોદ લાઈવ સહિત તમામ સમાચાર પત્રોમાં અજાણ્યા યુવાનની લાશ સંદર્ભે સમાચારો પ્રગટ કરવામાં આવ્યા હતા.જો કે મરનાર યુવાન પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવી ન હતી પરંતુ તેના જમણા હાથે સુકી તથા મહેન્દ્ર નામ કોતરણી કરાવેલ હોય તેના આધારે સમાચારો પ્રગટ કરવામાં આવતા મરનાર યુવાનના પરિવારજનોને જાણ પડતા સુખસર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા.અને પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશના ફોટા તથા તેના કપડા તેમજ તેના હાથ ઉપર લખેલા લખાણનું વર્ણન કરતા મૃતક યુવાન સાગડાપાડા ગામના ખૂંટા ફળિયાનો મહેન્દ્રભાઈ કાળુભાઇ ડામોર હોવાનું બહાર આવવા પામેલ છે.જોકે હાલ મૃતક યુવાનના પરિવારજનો વડોદરા ગયેલ હોય આ મરણ જનાર યુવાન કયા ગયેલ હતો કે તેનું મોત કયા કારણોસર થયું હશે?તે બાબત પરિવારજનો દ્વારા જાણવા મળેલ નથી.અહીં એ પણ જાણાવવું જરૂરી છે કે,મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા બાદ મોતના સાત દિવસ દિવસમાં સરકારી રાહે નિકાલ કરવાનો હોય છે.અને શનિવાર સુધીમાં સાત દિવસ પૂર્ણ થતા હોવા છતાં સુખસર પોલીસની દરમિયાનગીરીથી લાશને એકાદ દિવસ વધુ રાખવા જણાવતા લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી.અને તે દરમિયાન યુવાનની ઓળખ છતી થતાં તેના પરિવારજનો લાશનો કબજો મેળવવા વડોદરા પહોંચ્યા હોવાનું અને આજરોજ લાશ સાગડાપાડા ગામે લાવી તેમના પરિવારજનો દ્વારા મૃતક યુવાનની લાશના અંતિમ સંસ્કાર કરશે તેમ જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!