
રાજેશ વસાવે :- દાહોદ
*વિકાસ સપ્તાહ-દાહોદ*
*વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મલેકપુર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી ભગોરાની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરાઈ*
દાહોદ તા. ૧૧
સમગ્ર ગુજરાતની સાથોસાથ દાહોદ જિલ્લામાં પણ તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં સીંગવડ તાલુકાની મલેકપુર ગ્રામ પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભગોરાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિકાસ સપ્તાહ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે સૌ ને માહિતગાર કરતાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેતીવાડી તેમજ આરોગ્ય વિભાગના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિકાસ રથ થકી રજૂ કરવામાં આવેલ વિકાસની ગાથા વર્ણવતી ફિલ્મ નિહાળી હતી. છેલ્લે સૌ ગ્રામજનોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત ગામના સરપંચ, તલાટી, વિસ્તરણ અધિકારીશ્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.