
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એલસીબીની કાર્યવાહી : એક જ દિવસમાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા..
લૂંટ, ખૂન અને પ્રોહિબીશન જેવા ગંભીર ગુન્હાઓમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા હતા .
દાહોદ અને મધ્યપ્રદેશના આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલ્યા.
દાહોદ તા.૦૮
દાહોદ એલસીબી પોલીસે કોમ્બીંગ કરી એકજ દિવસમાં છેલ્લા પાંચ વર્ષથી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લુંટ-ધાડના ગુન્હામાં નાસતા ફરતા ૧૦,૦૦૦ ઈનામી આરોપી, સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુનના ગુન્હામાં, રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા ૨ વર્ષથી ગુન્હાહિત મનુષ્યવધના ગુન્હામાં, ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા ૪ વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં મધ્યપ્રદેશના આરોપીને તેમજ દેવગઢ બારીઆના પીપલોદ પોલીસ સ્ટેશનના છેલ્લા એક વર્ષથી પ્રોહીબીશનના ગુન્હામાં મધ્યપ્રદેશનો આરોપી મળી પોલીસે કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તમામને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ અલગ અલગ ટીમો બનાવી વિવિધ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વર્કઆઉટની કામગીરી કરી પાંચ અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડયાં હતાં જેમાં આરોપી મુકેશભાઈ બગાભાઈ પરમાર (રહે.ભાણપુર, તા.ધાનપુર, જિ.દાહોદ) ને ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો ૧૦,૦૦૦ના ઈનામી આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી મહેશભાઈ રમસુભાઈ મકવાણા (રહે. મકવાણાના વરૂણાના, તા.ફતેપુરા, જિ.દાહોદ) નાની વિરૂધ્ધ સુખસર પોલીસ મથકે નોંધાંયેલ ખુનના ગુન્હામાં ઝડપી પાડયો હતો. આરોપી શૈલેષભાઈ ગલજીભાઈ ડામોર (રહે.ચાચકપુર, તા.સીંગવડ, જિ.દાહોદ) નાની વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે મનુષ્યવધના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો હતો તેને ઝડપી પાડયો હતો. આરોપી ગોલુભાઈ કરમાભાઈ કિરાડ (ભીલાલા) (રહે.મધ્યપ્રદેશ) નાની વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુન્હો નોંધાંયેલ હતો અને આરોપી છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો હતો તેને ઝડપી પાડયો હતો અને દેવગઢ બારીઆના પીપલોદ પોલીસ મથકે નોંધાંયેલ પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી દિલીપભાઈ મોહનભાઈ ડામર (રહે.મધ્યપ્રદેશ) નાને પણ પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. આમ, દાહોદ એલસીબી પોલીસે એકજ દિવસમાં અલગ અલગ પાંચ ગુન્હાઓમાં પાંચ આરોપીઓને ઝડપી પાડી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.