
રાજેશ વસાવે :- દાહોદ
કોંગ્રેસના દિગજ નેતા અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા..
દાહોદમાં વોટ ચોર ગદ્દી ચોર મુદ્દે વોટર અધિકાર જનસભા યોજાઈ..
દાહોદ તા.૦૬
દાહોદ શહેર ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટર અધિકાર જનસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા સત્તાધારી ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ જનસભામાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દાહોદ શહેરમાં વોટ અધિકાર જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જનસભા કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં દાહોદ શહેરના ગોધરા રોડ થી દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાળ રેલી સ્વરૂપે જનસભા ખાતે પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા. હાથમાં વિવિધ બેનરો સાથે સત્તાધારી પક્ષ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. આ રેલીમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભરત સોલંકી, મુકુંદ વાસનિક સહિત અનેક પ્રદેશ કક્ષાના કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
જાહેર સભાને સંબોધન કરતા અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડને આડેહાથ લીધા હતા અને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારી બચુખા બંને ભાજપ મંત્રી પદ પરથી કેમ દૂર નથી કરવામાં આવતા એવા અનેક સવાલો પણ કર્યા હતા. તો તેઓના વધુમાં આક્ષેપો કર્યા હતા કે, બધું ખાપડ પાસે મોદીના ભ્રષ્ટાચારની ફાઈલો છે એટલે બધું ખાબડ મંત્રી તરીકે ચાલુ છે. દાહોદ જિલ્લામાં રોજગારીનો અભાવ છે, લોકોને રોજગારી મળતી નથી, શિક્ષણ ક્ષેત્રે પણ દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. દાહોદ જિલ્લામાં બેરોજગારી વધી રહી છે, ભાજપના રાજમાં નેતાઓ ભ્રષ્ટાચારી બની ગયા છે. લોકોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવતી નથી, નાના વેપારીઓ ના ધંધાઓ પડી ભાંગ્યા છે, લઘુ ઉદ્યોગોમાં પણ મોંઘવારીને પગલે લઘુ ઉદ્યોગો પણ ભાંગી પડ્યા છે, ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો વધતી મોંઘવારી થી હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ સત્તાધારી ભાજપ પક્ષ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર નું શોષણ કરી રહી છે. તેમ અમિત ચાવડા દ્વારા પોતાના ભાષણમાં સત્તાધારી ભાજપ પક્ષ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું.