
રાજેશ વસાવે :- દાહોદ
રશિયાના પીટસબર્ગમાં યોજાયેલ ૧૬ મી ઓલ રશિયન કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેશનમાં
ગુજરાત પંચાયત પરિષદના પ્રતિનિધિ તરીકે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા
દાહોદ તા. ૬
ભારત રશિયા વચ્ચેના વ્યાપાર અંગે તાજેતરમાં રશિયાના પીટસબર્ગ ખાતે યોજાયેલી ૧૬મી ઓલ રશિયન કોન્ફરન્સમાં ગુજરાત ડેલિગેશનમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરે ગુજરાત પંચાયત પરિષદના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી
સમગ્ર દેશમાં દાહોદ શહેર, સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં એટલે કે તારીખ ૨૨ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રશિયાના પીટર્સબર્ગ ખાતે ભારત- રશિયા વચ્ચેના વ્યાપાર અંગે ૧૬મી ઓલ રશિયન કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં હાજર રહેલા ગુજરાત ડેલીગેશનમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરનો ગુજરાત પંચાયત પરિષદના પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો.
૨૬ સપ્ટેમ્બર યોજાયેલ રશિયન કન્સ્ટ્રક્શન કોમ્પ્લેક્સ કોન્ફરન્સમાં પરેશ દેસાઈના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ જોડાયું હતું. ગુજરાતની ટીમે ઇન્ડિયન કોન્સ્યુલેટ નીલમ મેદરાની સાથે વાણિજ્યક ચર્ચા કરી હતી. જેમાં સીએસસીપી ના ભારતીય શાખાના ડેપ્યુટી ડાયરેક્ટર મેહુલ રાવલે ડેલીગેશનને સમગ્ર માહિતી આપી હતી. આ કોન્ફરન્સમાં બાંધકામ ક્ષેત્રમાં રશિયા- ભારત દ્વિપક્ષી વ્યાપાર સહયોગ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે રશિયન- ભારતીય સહયોગ પર સમર્પિત રાઉન્ડ ટેબલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.