
રાજેશ વસાવે :- દાહોદ
એમજીવીસીએલની જાણ બહાર કર્મચારીઓએ બારોબાર મીટરો બદલી એમજીવીસીએલનું કરી નાંખ્યું
દાહોદમાં કરોડો રૂપીયાનો વીજ ચોરીનો કોંભાંડ ઉજાગર : એમજીવીસીએલના કર્મચારીઓની સંડોવણી આવી બહાર
સીટી ઈન્જીનીયરની અચાનક બદલી થતાં આશ્ચર્ય : ડેપ્યુટી ઈન્જીનીયરે સુરક્ષાનો હવાલો આપી બદલી માંગી લીધી
૭૦૦થી વધુ શંકાસ્પદ વીજ મીટરો જપ્ત : સ્માર્ટ મીટરો લગાવનાર આઉટ સોર્સિંગ એજન્સીની પણ સંડોવણીઃ વીજીલન્સ તપાસ શરૂ
દાહોદ તા.૦૩
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસમાં એમજીવીસીએલની ટીમના ધામાને પગલે મધ્યગુજરાત વીજ કંપની લીમીટેડની કંપનીમાં બહ્તા સાથે ચકચાર મચી જવા પામી છે. કારણ કે, દાહોદ જિલ્લામાંથી એમજીવીસીએલની સ્પેશીયલ ડ્રાઈવ દરમ્યાન કરોડો રૂપીયાની વીજ ચોરીનો કોંભાંડનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર વીજ ચોરી પ્રકરણમાં એમજીવીસીએલની ટીમે વીજ ચોરી કરનાર ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ શું આટલું મોટું વીજ ચોરીનું કોંભાંડ દાહોદ એમજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી વગર શક્યજ નથી. તપાસમાં કેટલાંક એમજીવીસીએલના કર્મચારીઓના પણ આ કૌંભાંડમાં નામો ખુલતાં મધ્ય ગુજરાત વીજ કંપની પણ અસમંજસતામાં પડી ગઈ છે કારણ કે, ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ સર્જાયો છે. હવે કસુરવાર કોને ઠેરવવો અને કોના ઉપર કાર્યવાહી કરવી તે અંગેની દુવિધામાં પડ્યાં છે. જેના કારણે હવે વાડજ ચીભડા ગળતી હોય તેવી ઉક્તિ સાર્થક થઈ રહી છે. ત્યારે સીટી ઈન્જીનીયરની બદલી કરી દેવામાં આવી છે. ડેપ્યુટી ઈન્જીનીયર ભયભીત છે ત્યારે હવે વીજીલન્સ આ સમગ્ર કૌંભાંડની તપાસ હાથ ધરી છે ત્યારે આવનારા સમયમાં આ વીજ ચોરીના કૌંભાંડમાં ક્યાં મુરતિયાઓ સામે આવે છે, કોના ઉપર ગાજ પડે છે, તે તો તપાસમાં જ બહાર આવશે.
દાહોદ જિલ્લો કૌંભાંડકારીઓ માટે હબ બની ગયો છે. દાહોદ જિલ્લાને બોડી બામણીનું ખેતર સમજી બેઠેલા સરકારી બાબુઓ,
નેતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ દાહોદ જિલ્લાને મલાઈદાર જિલ્લો સમજી બેઠા છે. કૌંભાંડકારીઓ અને લાંચીયા નેતાઓ,
અધિકારીઓ અને જમીન માફિયાઓ દ્વારા દાહોદ જિલ્લાને એટલી હદે બદનામ કરી નાંખ્યું છે કે, દાહોદ જિલ્લામાં હવે વિકાસના કામો કોરાણે મુકાઈ જાય તેવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. દાહોદ જિલ્લાની પ્રજા વિકાસ માટે ઝઝુમી રહી છે ત્યારે કૌંભાંડકારીઓ સરકારી તિજોરીને ખાલી કરી પોતાના બેન્ક બેલેન્સો ભરી રહ્યાં છે. દાહોદ જિલ્લામાં મનરેગા કૌંભાંડ, નકલી એનએ કૌંભાંડ, એસબીઆઈ લોન કૌભાંડ, નકલી કચેરી કૌભાંડ સહિત અનેક મસમોટા કૌંભાંડો ઉજાગર થયાં છે. સરકારી તંત્ર સમેત લાગતા વળગતાં નેતાઓની નજર રહેમ હેઠળ અને તેમાંય એકબીજાના મેળાપીપણામાં આ તમામ કોંભાંડો સિસ્તબ્ધ રીતે આચરવામાં આવ્યાં છે ત્યારે હવે દાહોદ જિલ્લામાં એમજીવીસીએલમાં પુર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે વીજ ચોરીનો કોંભાંડ પ્રકાશમાં આવ્યું છે. પ્રારંભીક તપાસમાંજ વીજ ચોરી પ્રકરણમાં કરોડો રૂપીયાની વીજ ચોરી ઉજાગર થઈ છે. જેમાં વીજ ગ્રાહકોને તો માત્ર બલીનો બકરો બનાવવામાં આવી રહ્યાં છે. ખરા અર્થમાં વીજ ચોરીના કૌંભાંડમાં સ્થાનીક એમજીવીસીએલના કર્મચારીઓની મીલીભગતથી વીજ વપરાશની સામે બીલ ઓછુ આવતાં એમજીવીસએલ ચોંકી ઉઠયું હતું. ત્યાર બાદ એમજીવીસીએલની ટીમે દાહોદમાં તપાસનો ધમધમાટ આરંભ કરતાં વીજ મીટરોમાં ચોરી થતી હોવાનું સામે આવતાં એકક્ષણે એવું લાગતું હતું કે, ગણ્યા ગાંઠયા વીજ મીટરોમાં આવી ફરિયાદો હશે પરંતુ સ્પેશીયલ ડ્રાઈવ દરમ્યાન ખુદ તપાસ કરી રહેલ એમજીવીસીએલના કર્મચારીઓના પણ હોંશ ઉડી ગયાં હતાં. વીજ મીટરોમાં ચેડા કરવાના કારણે વીજ બીલ ઓછુ આવતું હતું. પ્રારંભીક તપાસમાં ત્રણ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ફોલ્ટ ધ્યાને આવતાં બે કલાકની ડ્રાઈવમાં ૩ ચોરીના કેસો સામે આવ્યાં હતાં. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જો વધુ તપાસ થાય તો વીજ ચોરીના કેસો વધી શકે છે, જે દિશામાં તપાસનો ધમધમાટ આરંભ કરતાં એમજીવીસીએલના ડેપ્યુટી ઈન્જીનીયરે ઉપર ડીવીઝનમાં જાણ કરી હતી. જેમાં એમજીવીસીએલની ટીમોએ દાહોદ ખાતે ધામા નાખી ત્રણ કલાકમાં ૨૬થી વધારે શંકાસ્પદ વીજ મીટરો કબજે કરવામાં આવ્યાં હતાં. ત્રણ કલાકમાં આટલા બધા મીટરો મળ્યાં તો આ વીજ ચોરીનું મોટુ કૌંભાંડ હોઈ શકે માટે વીજીલન્સની વધારે ફોર્સ મંગાવવાની ફરજ પડી હતી. દાહોદ જિલ્લાના ઈતિહાસમાં પહેલી વખત એક હજારથી વધુ ટીમો ઉતારવામાં આવી હતી અને દાહોદ શહેર ઉપરાંત અલગ અલગ ડીવીઝનમાં આ ચેકીંગ શરૂ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં ૭૩૦ જેટલા શંકાસ્પદ મીટરો જપ્ત કર્યા જેમાંથી ૨૫૪ જેટલા મીટરો વીજ ગ્રાહકોની હાજરીમાં લેબ ટેસ્ટીંગ કરતાં ૨૨૨માં ચોરી સામે આવી ગઈ હતી. અને બાકીના તપાસો ચાલુ છે. જે પૈકી ૩૦ મીટરો એવા કે જેમાં કોઈ છેડછાડ સામે આવી ન હતી. આ વીજ ચોરી પ્રકરણમાં બે અલગ અલગ ગુન્હાઓનો સમાવેશ થાય છે જેમાં કલમ ૧૩૫ મુજબ અને ગુન્હાહીત કૃ ત્યમાં ૧૩૮ મુજબ ગુનો નોંધાંય તો તેની તપાસ પોલીસ કરશે. આ થઈ જિલ્લાની વાત બીજી તરફ શહેરમાં ૨૬૮ જેટલા શંકાસ્પદ મીટરોની ચકાસણી કરવામાં આવ્યાં છે જેમાં ૧૪૧ ચેક કરવામાં આવ્યાં જેમાં ૧૫ સાચા નીકળ્યાં છે. ૧૨૬માં ચોરી થઈ તે સામે આવ્યું જેમાંથી ૯૦ મીટરોનું કેલ્ક્યુલેશ થઈ ગયું છે. જેનો આંકડો ૧.૩૯ કરોડ છે અને ૪૦નું કેલ્ક્યુલેશ હજી બાકી છે. તે પછીના જે બાકીના તે ખોલવાના બાકીના ૧૨૭ વીજ મીટરો ખોલવાના હજુ બાકી છે. અત્યાર સુધી એવો ક્યાસ લગાવી શકાય કે કરોડોનું વીજ ચોરીનું કૌંભાંડ છે. આ સમગ્ર વીજ ચોરી પ્રકરણમાં દાહોદ એમજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી ન હોય તે શક્યજ નથી. કારણકે આ વીજ ચોરી પ્રકરણમાં એક લાઈન મેનનું નામ આવ્યું છે જેનું નામ સાગર મહાવર (રિટાયડ) જે વીજ ગ્રાહકો પાસેથી પૈસા લઈને મીટર સાથે છેડછાડ કરતો હતો. આ સિવાય આ વીજ ચોરી કૌભાંડમાં કચેરીમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓની પણ પુછપરછ સહિત તપાસો ચાલી રહી છે.
બોક્સ:-
ચેકીંગ શરૂ થતાં છેડછાડ થયેલા મીટરો એમજીવીસીએલની જાણ બહાર બદલી દેવાયા: વીજ ચોરીમાં એમજીવીસીએલના કર્મચારીઓની સંડોવણી છતી થઈ
આ સમગ્ર વીજ ચોરી કૌંભાંડમાં ચોરી થઈ જેમાં ૫૦ સ્માર્ટ મીટરો જપ્ત કરવામાં આવ્યાં છે. આ જપ્ત કરવામાં આવેલ ૫૦ સ્માર્ટ મીટરો એમજીવીસીએલની જાણ બહાર ફીટ કરવામાં આવ્યાં હોવાનું ટીમની તપાસમાં આવ્યું છે. ચોરીથી બચવા માટે ઓઉટ સોર્સિંગ એજન્સીના ત્રણ માણસો જે ઈન્ટેલે દાહોદને એક પેટા વિભાગને આપ્યાં જેમના ત્રણ માણસો દ્વારા આ ૫૦ સ્માર્ટ મીટરો લગાવ્યાં હતાં. એક સ્થળે તો એવું સામે આવ્યું કે, એક વીજ ગ્રાહક એમજીવીસીએલના એક કર્મચારી પાસે ૪૫ હજાર માંગતો હતો જેમાં ૪૫ હજાર ન આપવા પડે તે માટે એમજીવીસીએલના કર્મચારીએ વીજ મીટરમાં બીલ ઓછુ આવે તે માટે વીજ મીટરમાં વીજ ગ્રાહકને સેટીંગ પણ કરી આપ્યું હતું. જેમાં ત્રણ કનેક્શનોમાં વીજ મીટરોમાં સેટીંગ કરી આપ્યું હતું. બીજી તરફ આ વીજ ચોરી પ્રકરણમાં નવો ખુલાસો સામે આવતાં સૌ કોઈ સ્તબ્ધત થઈ ગયાં હતાં જેમાં એક વીજ ચોરી કરનાર વીજ ગ્રાહકે જે એમજીવીસીએલના વીજ કર્મચારી પાસે પોતાના વીજ મીટરમાં વીજ બીલ ઓછુ આવે તે માટે સેટીંગ કરાવ્યું હતું ત્યારે આ એમજીવીસીએલની ટીમની તપાસમાં ગભરાઈ ગયેલા વીજ ગ્રાહકો એમજીવીસીએલના કર્મચારીને બોલાવી હું પકડાઈ જઈશ, તેમ કહી પોતાના ઓળખીતા એમજીવીસીએલના કર્મચારીને બોલાવ્યો હતો અને એમજીવીસીએલના કર્મચારીએ કોઈ અરજી અથવા તો એમજીવીસીએલને જાણ કર્યા વગર વીજ ચોરી કરનાર ગ્રાહકને ત્યાં નવું સ્માર્ટ મીટર બારોબાર નાંખી દીધું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે એક મહિના બાદ એમજીવીસીએલ કાઢેલું જુનુ મીટર ગ્રાહકના ઘરે જઈ ચોરી કરી હોવાનું કહી કેસ બનાવ્યો હતો.
બોક્સ:-
દંડ અને બીલ ભરવાથી બચવા માટે વીજ ગ્રાહકોએ વીજ મીટરોને સરખુ કરવા બહારથી નાણાં ખર્ચી ટેકનીકલ માણસો પાસે મીટરો રીપેર કરાવ્યાં
દાહોદ શહેર સહિત જિલ્લામાં વીજ ચોરી કૌંભાંડનું સમગ્ર પ્રકરણ દાહોદ એમજીવીસીએલના કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓની નજર રહેમ હેઠળ કરવામાં આવતું હતું. મળતી માહિતી પ્રમાણે મીટરમાં બીલ જેટલું આવતું હતું તેમાં છેડછાડ કરવામાં આવતાં રકમ ચુકવવામાં આવતું હતું. દાહોદમાં એમજીવીસીએલના કર્મચારીઓની વીજ ગ્રાહકો સાથેની મીલીભગતમાં વીજ કર્મચારીઓ નાણાંકીય લેવડ દેવડમાં આ સમગ્ર વીજ ચોરીના કૌંભાંડમાં સામેલ હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી. બીજી તરફ આ પ્રકરણ ચાલ્યુ જેમાં વીજ ચોરી કરનાર ગભરાયેલ લોકોએ મીટરને સુધારવા માટે ગોધરા, વડોદરાના કર્મચારીઓને બોલાવ્યાં તેના પણ ગ્રાહકોએ નાણાં ચુકવ્યાં હતાં. આ સમગ્ર ચોરીનું કોંભાંડ એમજીવીસીએલ કરી રહી છે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.
બોક્સ:-
વીજીલન્સની તપાસો દરમ્યાન સીટી ઈન્જીનીયરની અચાનક બદલી કરી દેવાઈ: મને ઈમાનદારીનું ફળ મળ્યું: સી.કે.બારીયા (સીટી ઈન્જીનીયર)
બીજી તરફ આ વીજ ચોરી કોંભાંડ પ્રકરણમાં એમજીવીસીએલના સીટી ઈન્જીનીયર સી.કે. બારીયાની તાત્કાલિક ધોરણે બદલી કરી નાંખવમાં આવી હતી અને ગત શુક્રવારના રોજ તેઓની બજલી કરી ગોધરા ડીવીઝન ખાતે રવાના કરવામાં આવ્યાં હતાં. તેમના સ્થાને સંતરામપુરથી બી.કે. મકવાણાને દાહોદ ડીવીઝનમાં મુકવામાં આવ્યાં છે. ત્યારે બીજી તરફ ગોધરા બદલી કરવામાં આવેલા સી.કે. બારીયા સાથે આ સમગ્ર મામલે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મને મારી ઈમાનદારીનું ફળ મળ્યું છે, ત્યારે સુત્રો પ્રમાણે મળેલ બાતમીના તેઓનું પર્ફોમન્સ અને ઈનજનરલ કારણોને કારણે બદલી કરવામાં આવી छे.
બોક્સ :-
સુરક્ષાની દ્રષ્ટિએ મે જિલ્લા બહાર ટ્રાન્સફર માગ્યું છેઃ ડેપ્યુટી ઈન્જીનીયર (સી.કે. કલાક)
ડેપ્યુટી ઈન્જીનીયર સી.કે. કલાલના જણાવ્યાં અનુસાર, મને કોઈ ધાકધમકી આપવામાં આવી નથી, મને કોઈ જાન જોખમ નથી પરંતુ મારા માટે આ શહેર નવું છે, મને પાંચ મહિના થયાં છે અને મારા માર્ગદર્શનમાં આટલી ચોરી સામે આવી છે. તપાસ દરમ્યાન લોકોનો આક્રોશની પણ નોંધ કરી છે, મીટર ચેકીંગ કરવા દરમ્યાન હું એકલો રહું, ભવિષ્યમાં મારી સાથે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે બદલી અંગે લેખિતમાં માંગ કરી છે, વડોદરમાં ૫૭ કેસો કર્યા છે પરંતુ આ શહેર મારા માટે નવું છે અને હું એકલો રહું છું.