Saturday, 27/07/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના પીપલોદ ગામે સરકારી ખરાબાની જગ્યામાં તોતિંગ શોપિંગ સેન્ટર બાંધી દેતા આખરે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો.

January 29, 2022
        1170
દે.બારિયા તાલુકાના પીપલોદ ગામે સરકારી ખરાબાની જગ્યામાં તોતિંગ શોપિંગ સેન્ટર બાંધી દેતા આખરે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો.

રાહુલ મહેતા :- દે. બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે સરકારી ખરાબાની જગ્યામાં તોતિંગ શોપિંગ સેન્ટર બાંધી દેતા આખરે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો.

પીપલોદ બસ સ્ટેન્ડની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં સરકારી શૌચાલય તોડી પાડી શોપિંગ સેન્ટર બનાવી દેવાયું

સરકારી જમીનમાં દબાણ કરતાં ગ્રામજનોએ અનેક રજૂઆતો કરતાં આખરે ગુન્હો નોંધાયો

ગોધરાના તાહેર અલી કુરબાર હુસેન પિપલોદ વાલા સામે લેન્ડ ગ્રેબીંગ નો ગુન્હો નોંધાયો

દે.બારિયા તાલુકાના પીપલોદ ગામે સરકારી ખરાબાની જગ્યામાં તોતિંગ શોપિંગ સેન્ટર બાંધી દેતા આખરે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો.

 

દે. બારીયા તા.29

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બસ સ્ટેન્ડ ની નજીક મા સરકારી ખરાબાની જમીન પચાવી પાડી ગેરકાયદેસર શોપિંગ સેન્ટર નું બાંધકામ કરી દેતા આખરે ગામજનો ની અનેક રજૂઆતો પછી લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાતા અન્ય ગેરકાયદેસર સરકારી જમીનમાં બાંધકામ કરતા લોકો માં ફફડાટ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પિપલોદ બસ સ્ટેન્ડ નજીક માં આવેલ રે. સં. નં.૬૫/૩/૬ પૈકી-૨ વાળી જમીન સરકારી ખરાબાની જમીન હોય જે જમીનમાં જાહેર સોચાલય બનાવવાનું કામ ૨૦૧૬ ની સાલ માં ચાલું કરેલ ત્યારે આ જમીનની નજીક અડીને આવેલ જમીન સર્વે નંબર ૬૫/૧ તથા ૬૫/૨બ નાં માલિક શહેર અને કુરબાન પીપલોદ વાળાએ તે શૌચાલયનું કામ અટકાવી અને સરકારી ખર્ચે બનાવેલા જાહેર સૌચાલય તોડી ને પોતે પોતાનું શોપિંગ સેન્ટર નું બાંધકામ ચાલુ કરતા પીપલોદ ગામના છત્રસિંહ સોનાભાઈ પટેલે પિપલોદ ગ્રામ પંચાયત તેમજ દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં આ અંગે લેખિત જાણ કરેલી તે પછી આ તાહેર અલી પીપલોદવાળા સામે યોગ્ય કાર્યવાહી ના થતા અને સરકારી ખરાબાની જગ્યામાં એક મોટુ તોતિંગ શોપિંગ સેન્ટર બની જતા અરજદાર છત્રસિંહ આ બાબતે ૧૯/૦૮/૨૦૨૧ ના રોજ દાહોદ કલેકટર ની આ બાબતે ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ 2020 અન્વયે નમૂના મુજબ ની અરજી તૈયાર કરી સદર સરકારી જમીનમાં થતો બાંધકામ અટકાવવા માટે સ્થળ ફોટોગ્રાફી સાથે પુરાવા સાથેની અરજી કરતાં જે અરજી અંગે પીપલોદ બસ સ્ટેન્ડ નજીક માં રેવન્યુ સર્વે નંબર ૬૫/૩/૬ પૈકી બે વાળી જમીન ની સરકારી ધારાધોરણ મુજબ માપણી કરતા sahera લે કુરબાન હુસેન ને બાંધકામ કરેલ જગ્યા ખરેખર સરકારી પડતર જમીન હોવાનું બહાર આવતાં અને આ સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદે બાંધકામ કરેલ હોવાથી જે અંગે દાહોદ કલેક્ટર ને ને અરજી કરતા કલેકટર દાહોદ નાએ આ અંગે તપાસ કરાવતા સદર જમીન સરકારી ખરાબાની કે પડતર જમીન ઉપર દબાણ થયેલ હોવાનું જણાઈ આવતા આખરે કલેકટર દાહોદના ઓ એ સરકારી જમીનમાં દબાણ કરતાં તાહેર અલી કુરબાન હુસેન પીપલોદ વાળા રહે હૈદરી સોસાયટી સિવિલ લાઈન ગોધરાના વિરુદ્ધ ગુન્હો નોંધવાનો હુકમ કરતા અરજદાર છત્રસિંહ પટેલે પિપલોદ પોલીસ મથકે તાહેરઅલી કુરબાન હુસેન પીપલોદ વાળા વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે આ સરકારી જમીનમાં દબાણ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રબિંગ નો ગુનો નોંધાતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!