
શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા નગરમાં 73 પ્રજાસત્તાક પર્વની આન બાન શાન તે ઉજવણી કરવામાં આવી હતી
સરકારી કચેરીઓ તેમજ અર્ધ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રીય તિરંગા ફરકાવવામાં આવેલ હતા
ફતેપુરા તા.27
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત ફતેપુરા તાલુકામાં 73 માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી નગરમા આવેલ મામલતદાર કચેરીના પટાંગણમાં ફતેપુરાના પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ કોરોના સમયગાળા દરમિયાન વિશેષ કામગીરી કરનાર પી.એસ.આઇ સી.બી. બરંડા આરોગ્ય કર્મચારી વન ખાતાના કર્મચારી તેમજ પોલીસ સ્ટાફને પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા આ પ્રસંગે મામલતદાર પી એન પરમાર તેમજ સ્ટાફ શહેરીજનો હાજર રહ્યા હતા કોર્ટના પટાંગણમાં જજ શ્રી એ એ દવે ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવેલ હતી આ પ્રસંગે એડવોકેટ પ્યારેલાલ કલાલ સી.એસ. પારગી શરદભાઈ ઉપાધ્યાય શબ્બીર ભાઈ સુનેલવાલા સહિતના વકીલો તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા કુમાર શાળા માં ભૂમિકા બેન પ્રજાપતિ પોલીસ સ્ટેશનમાં અંબાલાલ પંચાલ ગ્રામ પંચાયતમાં પંકજભાઈ પંચાલ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલ માં મંડળના ઉપપ્રમુખ શરદભાઈ ઉપાધ્યાય તેમજ જાગૃતિ કન્યા વિદ્યાલયના પટાંગણમાં તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રજાકભાઈ પટેલ ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવેલ હતી આ પ્રસંગે શાળાના આચાર્યો શિક્ષકો શિક્ષિકાઓ સ્ટાફ ગણ શાળાના વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આમ ફતેપુરા નગરમાં ૭૩ માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથીહર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.