Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ:ભેજાંબાજ ગઠીયાનું કારસ્તાન, સોનાનુ તાર વિટાળી દાન કરવાનું કહી 62 વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની ચેન પડાવી ફરાર..

January 26, 2022
        720
દાહોદ:ભેજાંબાજ ગઠીયાનું કારસ્તાન, સોનાનુ તાર વિટાળી દાન કરવાનું કહી 62 વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની ચેન પડાવી ફરાર..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ:ભેજાંબાજ ગઠીયાનું કારસ્તાન, સોનાનુ તાર વિટાળી દાન કરવાનું કહી 62 વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની ચેન પડાવી ફરાર..

 નંબર વગરની બાઈક પર આવેલા ભેજાબાજ ગઠીયાએ મહિલાને પોતાની વાતોમાં ભોળવી  સોનાની ચેન પડાવી

 છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે ગુનો નોંધ્યો

દાહોદ તા.27

દાહોદ જિલ્લાના કતવારા નજીક આવેલા કઠલા ગામે વગર નંબરની મોટરસાઇકલ પર આવેલા ભેજાંબાજ ઇસમે એક મહિલાને મંદિરમાં સોનાનો તાર વિઠાડી ગુપ્ત દાન કરવાનું કહી પોતાની વાતોમાં ભોળવી સોનાની ચેન પડાવી ફરાર થઈ થઈ ગયાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે 

વધુ મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના કતવારા ગામ પાસે આવેલા કઠલા ગામની રહેવાસી ગીતા બેન કમલસિંહ બામણ જેની ઉંમર 62 વર્ષીય ગતરોજ સાંજના સુમારે વગર નંબર ની મોટરસાઇકલ પર આવેલા ઈસમે ગીતાબેનને મંદિરમાં ગુપ્તદાન કરવાનુ કહી અજાણ્યાં ઈસમે પાંચ સો ના દરની 10 નોટ કાઢી તેના પર સોંનાનો તાર વિટાડી અને તેના પર ગુપ્તદાન કરવાનું છે તેમ કહી ગીતાબેન પહેરેલી 45 હજારની કિંમતની સોનાની ચેન પડાવી ગીતા બેન ને ચકમો આપી ભેજાંબાજ યુવક ફરાર થયો હતો 

ઉપરોક્ત બનાવમા છેતરપિંડી નો ભોગ બનેલ કઠલા ગામની ગીતાબેન કમળસીંગ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે અજાણ્યાં ભેજાંબાજ યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે 

——————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!