Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર કોરોના મુક્ત થતાં ફરજ પર હાજર થયાં:પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તેમજ બુકે થી સ્વાગત કરાયું…

January 17, 2022
        1921
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર કોરોના મુક્ત થતાં ફરજ પર હાજર થયાં:પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તેમજ બુકે થી સ્વાગત કરાયું…

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર કોરોના મુક્ત થતાં પુનઃ ફરજ પર હાજર થયાં:પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તેમજ બુકે થી સ્વાગત કરાયું…

દાહોદ તા.17

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર કોરોના મુક્ત થતાં ફરજ પર હાજર થયાં:પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ તેમજ બુકે થી સ્વાગત કરાયું...

 

દાહોદ જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસરનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આજ રોજ ફરજ ઉપર હાજર થતા સ્ટાફ ધ્વરા પુષ્પગુચ્છ તથા બૂકે આપી સ્વાગત કરવામા આવ્યુ હતું.

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે.જેના લીધે છેલ્લા એક પાખવાડિયામાં દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંક 300 ઉપરાંતને પાર કરી ગયો છે. જોકે વીતેલા પખવાડિયામાં દાહોદ જિલ્લામાં નોંધાયેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં કોરોનાના માઈલ્ડ લક્ષણો હોવાથી દર્દીઓ તબીબો ની સલાહ મુજબ ટ્રીટમેન્ટ વડે હોમ આયસુલેશનમાં ઝડપથી સાજા થઇ રહ્યા છે. જે આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર માટે રાહતની વાત છે ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તેમજ કોરોના કાળમાં મજબૂત સેનાપતિની જેમ અગ્રેસર રહી પોલીસ વિભાગ માટે મક્કમ મનોબળ પૂરું પાડનાર જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર તેમજ તેમના પત્ની વ્યક્તિના બંને ડોઝ લેવા દીધા હોવા છતાં કોરોના સંક્રમિત થયા હતા.ત્યારબાદ જિલ્લા પોલિસવડા તેમજ તેમના પત્ની ડોક્ટરોની નિગરાણી હેઠળ હોમ આયસુલેટ થયા હતા.તેમજ તેમની જગ્યાએ દાહોદ જિલ્લા પોલીસ વડા ચાર્જ  નવનિયુક્ત ASP વિજયસિંહ ગુર્જરને સોંપાયો હતો.ત્યારબાદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર ટૂંકાગાળામાં કોરોનાને મહાત આપી સ્વસ્થ બનતા આજે પુનઃ મજબૂત મક્કમ મનોબળ સાથે ફરજ પર હાજર થયા હતા.તે વખતે પોલીસ સ્ટાફ દ્વારા તેઓને પુષ્પગુચ્છ તેમજ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!