સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જીપીએસસીની પરીક્ષામાં આદિવાસી ઉમેદવારોને થયેલ અન્યાય અંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને રજુઆત કરી.

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જીપીએસસીની પરીક્ષામાં આદિવાસી ઉમેદવારોને થયેલ અન્યાય અંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને રજુઆત કરી.

નવસારી તા. ૫

 હાલમાં ગુજરાત રાજય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ વર્ગ-3 ની પરીક્ષાઓમાં કુલ 2462 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાના છે જેમાં યાદી જોતા માત્ર 100 જ ઉમેદવાર અનુસૂચિત જનજાતિના છે.જયારે અનામતની જોગવાઈઓ અનુસાર અનુસૂચિત જનજાતિ 369 હોવી જોઈએ એટલે કે 269 જગ્યાઓનો અન્યાય થાય રહ્યો હોવાની રજૂઆત સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા ગુજરાત રાજયના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને કરી છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારિખ 18/05/2023 ના “ક” શાખાના નિયમોને ધ્યાને લઇ તમામ માટે ન્યુન્તમ માર્ક 40 % મેળવવા ધોરણ નક્કી કરેલ છે જે અયોગ્ય અને એસસી/એસટી/એસઈબીસી તમામ માટે અન્યાયકારી છે,તેના બદલે સામાન્ય વહીવટ વિભાગની ગ-3 શાખાએ તા-22/04/1983 એ સંકલિત ઠરાવ બહાર પાડેલ હતો તેને પુનઃસ્થાપિત કરી એ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવા અને આ ઠરાવનો અમલ એસસી/એસટી/એસઈબીસી માટે પણ અમલ કરવો એવો અનુરોધ કરેલ છે.કારણકે તારિખ 18/05/2023 નો ઠરાવ કલમ 16(4),335 અને આર્ટિકલ 320(4),સામાન્ય વહીવટ વિભાગના 22/04/1983 ના ઠરાવનું વાયોલેશન કરે છે.જેની જોગવાઈઓ અનુસાર સંવિધાનમાં આર્ટિકલ 320(4) માં ગૌણ સેવા કે જીપીએસસી ને નિયમો બનાવવાની સત્તા નથી અને નિટમાં 0 માર્ક્સ આવેલ હોય તો પણ મેડિકલમાં એડમિશન આપવાની 2023 માં જોગવાઈ કરવામાં આવેલ છે.આ ઉપરાંત અમે સમાજના તમામ લોકોને અન્યાય વિરુદ્ધ એકજુથ થઈ અવાજ ઉઠાવવા હાકલ કર્યે છીએ.

Share This Article