
રાજેશ વસાવે :- દાહોદ
સોમનાથ ખાતે ચૈત્રી નવા વર્ષને વધાવવા જાગરણના
“પ્રભાસોત્સવ – ૨૫” ના કલા મહોત્સવમાં
સંસ્કાર ભારતી દાહોદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
દાહોદ તા. 2
ભારતનર ના બાર લિંગોમાં પ્રથમ શ્રી સોમનાથ ના સાન્નીધ્યમાં શ્રી રામજી મંદિર ના ઓડિટેરિયમ હોલ ખાતે અખિલ ભારતીય સંસ્થા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત આયોજિત પંચશીલ અભિયાન અંતર્ગત પર્યાવરણ થીમ ઉપર સાંસ્કૃતિક કલાનો ૧૭ મો “પ્રભાસોત્સવ ૨૫ ” કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ વાયોલિન વાદક શ્રી મૈસૂર મંજૂનાથ ના વાયોલિન વાદન થી, પ્રાંત અધ્યક્ષ અભેસિંહ રાઠોડના દુહાછંદના આવકારા થી,જી. કલેક્ટર ડી. ડી.જાડેજા, ઉપાધ્યક્ષ રમણીક ઝાપડિયા,નગર પ્રમુખ, સોમનાથ મંદિર ના ટ્રસ્ટી જે. ડી.પરમાર, ગીર સોમનાથ અને ગુજ. ટુરિઝમ બોર્ડ ના અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા “કાર્યક્રમ ૨૯ માર્ચ ૨૦૨૫ ના રાત્રી જાગરણ સ્વરૂપે યોજાઈ ગયો.
જેમાં દાહોદ સંસ્કાર ભારતી ના પ્રથમ સ્થાપના વર્ષના પહેલીવાર પોતાની કૃતિઓને રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. બહુ જ અલ્પ સમયમાં સમિતિના અધ્યક્ષ શ્રી કિશોર રાજહંસ અને મહામંત્રી શ્રી કપિલ ત્રિવેદીની સ્વરચના અને સ્વરાંકન દ્વારા પર્યાવરણ ની થીમ રચાયેલું સમૂહ ગીત ‘ ચલો પેડ લગાયે હમ’ અન્ય સભ્યો શ્રી અશ્વિન જોશી,ઉમંગ કૌશલ, મનીષ જાંગીડ, મેઘા યાદવ, સતીશ પરમાર,ધર્મેશ ડાભી, પ્રથમ ભગત,નિખિલ મહાવર અને ત્રિશા પરાગ ગાયક વાદક વૃંદ દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમજ લોકકલા માં સોમનાથ ખાતે પહેલીવાર દાહોદના ભિલોડી લોકકલા વાદ્ય જોડિયા પાવા ના એકમાત્ર કલાકાર ગુજરાત રાજ્ય કલા કુંભ માં પ્રથમ શ્રી ચંદુભાઈ નિનામા ના મીઠા સુરીલા સંગત અને બે બહેનો કલ્પનાબેન તડવી અને કાશ્મીરાબેન પારગી દ્વારા જંગલ ઝાડ, પશુ પક્ષી ખેડૂત ને મેઘરાજા ને વીનવતા ધાડગીતો એમ બે કૃતિઓ સોમનાથ ખાતે રજૂ કરવામાં આવી. ગુજરાતમાંથી આવેલા તમામ ૨૯ જિલ્લાના ૪૦ કલાકારો અને સંસ્કાર ભારતીના તમામ પદાધિકારીઓ અને મહેમાનો એ દાહોદ જિલ્લા સમિતિ ની પહેલી વાર આવેલી કૃતિને તાળીઓ ના ગડગડાટ થી વધાવી ખૂબ ખૂબ પ્રશંસા અને શુભેચ્છાઓ પાઠવી પ્રમાણપત્રો થી સન્માનિત કર્યા હતા.સાંજે રંગ યાત્રા માં પણ પરંપરાગત વેશભુષા અને નૃત્યથી નગરજનો વચ્ચે ભારે આકર્ષણ ઉભું કર્યું હતું.
સાંજે સાત વાગ્યા થી સવારે સાત વાગ્યા સુધી શાસ્ત્રીય વાદ્ય સંગીત- નૃત્ય,સુગમ ગીત,નાટક, ભવાઈ.લોક વાદ્ય-નૃત્ય-લોકગીતની ૪૭ કૃતિઓ માણી નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણે અર્ઘ્ય આપી સોમનાથ દાદા ના દર્શન કરી ધન્ય થયા હતા.