Wednesday, 30/04/2025
Dark Mode

સિંગવડમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો …             

April 1, 2025
        1603
સિંગવડમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો …             

સિંગવડમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો …             

સિંગવડ તા. 1

સિંગવડમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો ...             

 સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન ખાતે લીમખેડા ડીવાયએસપી એમ.બી. વ્યાસ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જ્યારે નગરજનો ,આગેવાનો, તેમજ વેપારી મિત્રો સાથે લોક દરબાર યોજાતા અનેક પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા હાથ ધરી હતી .                                     

મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના રંધીકપુર પોલીસ મથક ખાતે આજે લીમખેડા વિભાગીય નાયબ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં રણધીકપુર પોલીસ મથક ખાતે ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રણધીકપુર પોલીસ મથક ની વિવિધ કામગીરીઓનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ રણધીકપુર પોલીસ મથકના પી.આઈ. એન કે ચૌધરી ની કામગીરીને બિરદાવી હતી તેમજ અન્ય બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જ્યારે કેસરપુર આઉટ પોસ્ટ ની મુલાકાત લીધી હતી અને યોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. ત્યારે વિસ્તારના આગેવાનો ,નગરજનો અને વેપારીઓ સાથે લીમખેડા વિભાગીય નાયબ જિલ્લા પોલીસવડા લોક દરબાર યોજ્યો હતો અને ઉપસ્થિત વેપારી અને નગરજનો ના આગેવાનોને પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ પોલીસ કેવી રીતે સહાય કરી શકે તે દિશામાં કામ કરવા માટેની સમજ આપી હતી જ્યારે સિંગવડ નગરમાં કેટલાક વેપારીઓને સીસીટીવી કેમેરા હજુ સુધી નાખવામાં નથી આવ્યા તે માટે સૂચન કર્યા હતા જ્યારે જાહેર દબાણ અને તેમજ નાઈટ પેટ્રોલિંગ તેમજ પરમાર સાહેબ ગળીમાં આડેધડ મુકાતા વાહનો પર ચર્ચા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં વાહનોને ચોક્કસ જગ્યાએ પાર્કિંગ કરવામાં નહીં આવે તો દંડ ફટકારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું જ્યારે રંધીકપુર પોલીસ મથકને અમલમાં આવ્યા ને 12 વર્ષ થયા આવ્યા હોવા છતાં આજ દિન સુધી પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેઠાણની વ્યવસ્થા ન હોવાને કારણે અન્ય જગ્યાએ અથવા ભાડાના મકાનોમાં રહેવાનો વારો આવ્યો છે જેને લઈને પોલીસ કર્મચારીઓને રહેઠાણની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે દિશામાં પગલાં ભરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!