
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ એસટી ડેપો મેનેજર દ્વારા એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસની વ્યવ્સ્થા કરવાંમાં આવી હતી
ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા બાળકોને પરીક્ષા અર્થે શુભેચ્છાઓ પાઠવવામા આવી
ઝાલોદ તા. 27
આજરોજ 27-02-2025 ગુરુવારથી એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલ છે. તે અંતર્ગત ઝાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા દ્વારા વિધાર્થીઓ સમયસર પરીક્ષામાં પહોંચે તે માટે વિધાર્થીઓ માટે એકસ્ટ્રા બસનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ ડેપો દ્વારા વિદ્યાર્થીઓને ગામ સુધી લેવા અને સમયસર મૂકવા જવા માટે સુંદર વ્યવસ્થા ઉપલબ્ઘ કરાવવામાં આવેલ છે.
ઝાલોદ ડેપો દ્વારા ચાકલીયા -લીમડી, કચલઘરા-લીમડી, માલપુરા-લીમડી, રાયપુર-ઝાલોદ, બલેન્ડીયા- ઝાલોદ, કંકાસીયા-ઝાલોદ,રાજાડીયા-ઝાલોદ,ઝાલોદ-ફતેપુરા ,ટીંમાચી-ઝાલોદ, ભીમપુરી-ઝાલોદ,સંજેલી-ઝાલોદ , કરંબા-લીમડી , ફતેપુરા-ઝાલોદ જેવા છેવાડા તેમજ રાજસ્થાન બોર્ડર સુધીનાં વિસ્તારો આવરી લઈને રૂટ ચાલુ કરવામાં આવેલ છે. ઝાલોદ ડેપો દ્વારા અંદાજીત આવવા જવાનાં થઈ કુલ 84 ટ્રીપ ની વ્યવસ્થા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. ઝાલોદ ડેપો મેનેજર દ્વારા વિધાર્થીઓને પરીક્ષા માટે બસ માંથી ઉતરતી વખતે આવકારવામાં આવેલ હતા તેમજ વિદ્યાર્થીઓ ને ફૂલ આપી પરીક્ષા સારી જાય તે માટે શુભકામનાઓ પણ આપવામાં આવી હતી.