
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના સિમેન્સ રેલવે કારખાનામાં સ્થાનિકોની ઉપેક્ષા, એક યુનિટ શરૂ થયુ છતાંય સ્થાનિકોને રોજગાર ન મળતા આદિવાસી સમાજમાં આક્રોશ: આંદોલનની ચીમકી..
દાહોદ તા.18
દાહોદ ખાતે 20,000 કરોડના ખર્ચે ઈલેક્ટ્રીક લોકો મોટીવ એન્જિન નું યુનિટ શરૂ કરવામાં આવેલ છે. રેલવેના કારખાનામાં સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવશે.અને 10,000 થી વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થશે તેવા અહેવાલને પગલે આજદિન સુધી આ કારખાનામાં રેલવે એન્જિન કારખાનું શરૂ થવા છતાં હજી સુધી કોઈ સ્થાનિકને રોજગારી પ્રાપ્ત ન કરાવવા હતા. સ્થાનિક યુવાનોમાં રોશ ફાટી નીકળ્યો હતો .એટલું જ નહીં પોતાની રજૂઆતનો અવાજ જે તે સંબંધીતો સુધી પહોંચે તે માટે આજે ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના સાત રસ્તા ઉપર મોટી સંખ્યામાં નોકરી વાંછુંક ઉમેદવારો જેમાં મહિલા અને યુવાનો શામેલ હતા.તેવા મોટી સંખ્યાના લોકો ઉપસ્થિત થયા હતા. સિમેન્સ કંપનીનો એક યુનિટ શરૂ થવા છતાં હજી સુધી કોઈ ભરતીના એંધાણ ન કરાતા અને તે અંગેની કોઈ લીંક કે ફોર્મ બહાર ન પડ્યા હતા અથવા નોકરી વાંછુંકો માટે કોઈ કાર્યવાહી હાથ ન ધરાવતા આક્રોશ બહાર આવવા પામ્યો હતો. ફ્રીલેન્ડ ગંજ વિસ્તારના સાત રસ્તા ઉપર એકઠા થયેલા યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ , તેમજ યુવાનો વચ્ચે સ્થાનિક આદિવાસી મહાસભાના અગ્રણીઓએ સંબોધી હતી. તો ભૂતકાળના પરિપત્રો અને કારખાનાના ઉદ્ઘાટન સમયે સંબંધિત નેતાઓએ સ્થાનિક વિસ્તારમાં રોજગારીની તકો ઊભી થશે અને 10,000 કરતાં વધુ યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે તેવું જણાવ્યું હતું હાલ આ સિમેન્સ કંપનીના નવ યુનિટ પૈકી એક યુનિટ શરૂ પણ થયું છે.અને તાજેતરમાં એક ઈલેક્ટ્રીક એન્જિન મેડ ઇન દાહોદનું લોકાર્પણની દિશામાં આગળ વધી રહ્યું છે. ત્યારે હજુ સુધી સ્થાનિકો માટે કોઈ કાર્યવાહી ન કરાતા આજે પોતાનો અવાજ પહોંચાડવા અત્રે એકઠા થઈ રેલવે તંત્રની નીતિનતિ સામે ભારે સૂત્રોચ્ચાર કરી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.એટલું જ નહીં આગામી દિવસોમાં સ્થાનિકોને રોજગારી માટે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી પણ ઉપસ્થિત સૌ કોઈએ ઉચ્ચારી હતી