
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પંથકમાં દીપડાનો આતંક! એક જ દિવસે બે જગ્યાએ બે બકરાનું મારણ,ગ્રામજનોમાં ભયનો માહોલ”
પાંજરૂ મુકવા છતાંય દીપડો હાથમાં ન આવતાં વન વિભાગ મૂંઝાયો, ગ્રામજનોની હાલત કફોડી..
દાહોદ તા.17
અફાટ વનરાજી ધરાવતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ,નવાગામ,ગુગરડી તેમજ ગરબાડામાં વન્ય પ્રાણી દીપડાએ છેલ્લા ઘણા દિવસોથી દેખા દેતા ગામલોકો દ્વારા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગ એ પણ ગ્રામજનોની રજૂઆતના પગલે પાંજરૂ મુકવા છતાં દિપડો પાંજરે ન પુરાયો હતો અને એક જ દિવસમાં બે જગ્યાએ બકરાનું મારણ કરતા વન વિભાગ પણ અસમંજસ્તામાં મુકાયો છે.
સાથે સાથે આસપાસના ગામમાં દીપડાના આતંક ના પગલે ભયની સાથે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખની છે કે ત ગઈકાલે નળવાઈ ગામ ખાતે પટેલ ફળિયામાં દીપડાએ રાત્રિના સમયે દીપડાએ હુમલો કરતા બકરાનું મારણ કરતા સ્થાનિક લોકો આ પ્રકારના દ્રશ્યો જોઈ ગભરાઈ રહ્યા છે અને તેમના ઉપર દિપડો હુમલો કરે તો મોતને ઘાટ ઉતારે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બપોરના સમયે પણ નળવાય ગામ ખાતે દીપડાએ ઘરની બહાર બાંધેલા બકરા પર હુમલો કર્યો હતો અને બકરાને મોતને ઘાટ ઉતાર્યું છે આ જોતા ગામ લોકોમાં ભયની સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે .ત્યારે આવી ઘટનાઓ રોકવા માટે વન વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી કરી આ દીપડો છે તેને ઝડપી પાડી પાંજરે પૂરે અને જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી લોકોની માંગ છે