
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ LCB પોલીસની કાર્યવાહી,ગરબાડા તેમજ કતવારામાં ચોરી કરનાર ગેંગના ચાર સભ્યો ઝડપાયા,
દાહોદ તા.17
દાહોદ તાલુકાના કતવારા તેમજ ગરબાડામાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા જેમાં કલ્યાણની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ પરશુરામ સામાનની ચોરી કરી ભાગી ગયા હતા.ઉપરોક્ત ચોરીના બનાવો બાદ જે તે વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને પંથકમાં ચોરીના બનાવો અટકાવવા માટે રજુઆતો પણ કરવામાં આવી હતી.જેને લઈને પોલીસે આ મામલે ગંભીરતા થી રાત્રી દરમિયાન પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરતા ભીટોડી પીકઅપ બસ સ્ટેશનમાં લંપાઈને બેઠેલા ચાર ઈસમોની શંકાસ્પદ હિલચાલને લઈ ઉપરોક્ત ચારેય ઈસમોને પકડી પુછપરછ હાથ ધરતા આ ચારેય ઘરફોડ તસ્કરો હોવાનો ભેદ ખુલ્યો હતો.
પોલીસે કતવારા નજીક આગવાડા નવાપુરા ફળિયાના એકજ કુટુંબના કલા દીતાભાઇ ગુંડીયા, દિનેશ વિછિયાભાઇ ગુંડીયા,તોફાન મગનભાઇ ગુંડીયા તેમજ પરેશ રમુભાઇ ગુંડીયાની અટકાયત કરી હતી.અને પોલીસે તેમની સ્ટાઈલમાં પુછપરછ હાથ ધરતા ઉપરોક્ત ચારેય તસ્કરોએ ગરબાડા તેમજ કતવારામાં આવેલી કરિયાણાની દુકાનોમાં હાથફેરો કરી 10 હજાર રૂપિયાનો કરિયાણાનો સરસામાન ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જે પોલીસે કબ્જે લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પકડાયેલા કલા દીતા ગુંડીયા અગાઉ પણ ગરબાડા તેમજ કતવારામાં બે અલગ અલગ ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. હવે પોલીસે પકડાયેલા ચારેય ઘરફોડ તસ્કરોની પુછપરછ હાથ ધરી રહી છે.અને પકડાયેલા ઈસમોએ અન્ય કેટલી જગ્યાએ ચોરી કરી છે.અને ચોરીનો માલ ક્યાં વેંચતા હતા તે અંગે પણ તપાસ હાથ ઘરી છે.