Thursday, 25/04/2024
Dark Mode

નવા વર્ષના પ્રારંભ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના 6 દર્દીઓ નોંધાયા..

January 1, 2022
        738
નવા વર્ષના પ્રારંભ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના 6 દર્દીઓ નોંધાયા..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

નવા વર્ષના પ્રારંભ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના 6 દર્દીઓ નોંધાયા

આજના 6 દર્દીઓ મળી કુલ 9 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ…

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લામાં આજે એકસાથે ૦૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં શહેર સહિત જિલ્લામાં ફફટા ફેલાઈ જવા પામ્યો છે. આજે ૨૦૨૨ના નવા વર્ષના પ્રારંભ સાથે જ દાહોદ જિલ્લામાં એક સાથે ૦૬ કોરોના પોઝીટીવ કેસો પોઝીટીવ નોંધાતાં લોકોમાં એક પ્રકારનો ભય પણ જાેવા મળ્યો હતો. આજના ૬ કોરોના પોઝીટીવ કેસો સાથે જિલ્લામાં કુલ ૦૯ એક્ટીવ કેસો નોંધાયાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૩૦૮૮ પૈકી ૦૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં હતાં. આ ૦૬ કોરોના પૈકી ૦૧ દાહોદ શહેર, ૦૪ દાહોદ ગ્રામ્ય અને ૦૧ ગરબાડાનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૭૧૫૫ કોરોના પોઝીટીવ કેસો નોંધાઈ ચુંક્યાં છે. અત્યાર સુધી કોરોનાથી ૩૩૯ લોકો પોતાનો જીવ ગુમાવી ચુંક્યાં છે. સંભવતઃ ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે આરોગ્ય તંત્રએ પુર્વ તૈયારીઓ પણ આરંભ કરી દીધી છે ત્યારે આવનાર નવું ૨૦૨૨નું વર્ષ કેવું રહેશે તેવા વિચારો લોકોમાં વહેતાં પણ થવા માંડ્યાં છે.

—————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!