ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરના બટકવાડા ગામમા પીએમ આવાસ યોજનાના અભાવે લોકો કાચા ઝૂંપડામાં રહેવા મજબૂર…
સંતરામપુર તા. ૭
સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે નવાગરા ફળિયામાં રહેતા મોટા ભાગના લાભાર્થીઓ વડાપ્રધાન આવાસ યોજના થી વંચિત ઘરનું ઘર મળી રહે સરકારની યોજના વડાપ્રધાન આવાસ યોજના હેઠળ હજુ પણ સંતરામપુર તાલુકાના અંતરિય વિસ્તારમાં રહેતા સંતરામપુર તાલુકાના બટકવાડા ગ્રામ પંચાયતમાં આવેલું નવાગરામાં વડાપ્રધાન આવાસ યોજના અને શૌચાલયનો અત્યાર સુધીમાં કોઈને લાભ આપવામાં આવેલું જ નથી અત્યારે પણ ગામના મોટાભાગના લોકો કાચા મકાનમાં જ રહેતા હોય છે
આ દિલ સુધી આ લોકોને પાકા મકાનો લાભ પણ નથી મળેલો ચોમાસા દરમિયાનમાં આવા કાચા મકાનમાં રહેવું માટે પણ જીવનો જોખમે રહેતા હોય છે સરકારના મોટાભાગના કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીઓને વડાપ્રધાન યોજના હેઠળ આવશો બનાવી આપેલા આવે છે સરકારી ચોપડા પર હજુ પણ માત્ર આંકડા જોવા મળી આવેલા છે જો ગામડાઓમાં તપાસ કરવામાં આવે તો કાચા મકાનમાં વર્ષોથી રહી રહેલા હજુ બી વડાપ્રધાન આવાસ યોજનાનો લાભોથી વંચિત રહેલા છે
ગામની અંદરથી મળેલી માહિતી મુજબ જણાવેલ કે આજ દિન સુધીના અમને સરકારનો ઉજ્વલા યોજના વડાપ્રધાન આવાસ યોજના કે શૌચાલય આજ દિન સુધી આવી સુવિધાઓ અમને પૂરી પાડવામાં આવેલી જ નથી અમારા આ વિસ્તારની અંદર કોઈ અમારી સામે પણ જોતું નથી વડાપ્રધાન આવાસ યોજના હેઠળ સરકાર આટલા રૂપિયા ખર્ચે તેમ છતાં ગરીબ લાભાર્થીને હજુ પણ આવાસ લાભોથી વંચિત રહેવું પડતું હોય છે ખરેખર આવા અંતરિય વિસ્તારમાં સ્થળ ઉપર જ છું તપાસ કરવામાં આવે તો સાચા લાભાર્થીને તેનો લાભ પણ મળી શકે છે સરકાર 2011 થી જાહેરસૌચાલય બનાવવાનું યોજના જાહેર કરેલી હતી પરંતુ અત્યાર સુધીમાં આ ગામની અંદર 20 થી 25 મકાન જેટલા આવેલા છે એક પણ જાહેર શૌચાલય આ ગામની અંદર નથી અને આદિન સુધી સરકાર તરફથી શૌચાલયનો પણ લાભ મળેલ નથી
અમે વર્ષોથી કાચા મકાનમાં રહી રહ્યા છે અમને પીએમ આવાસ નો લાભ મળ્યો નથી :- રૂપજીબેન ડામોર લાભાર્થી
અમે વર્ષોથી આવા કાચા મકાનમાં રહીએ છીએ સરકારનો અમને કોઈ ઝુંપડા નો લાભ મળ્યો નથી લાભ માટે અમે કેટલીક વાર પણ રજૂઆત પણ કરી હત પરંતુ અમારું કોઈ સાંભળતું જ નથી બાબુભાઈ ડામોર નવાગરા ફળિયા બટાકવાળા પંચાયત સંતરામપુર
ના અમને ઝૂંપડું મળ્યું છે ના અમારું શૌચાલય બન્યું છે અમે સરકારનો લાભ અમને મળતો નથી અને અમારો કોઈ સાંભળતું નથી