Wednesday, 22/01/2025
Dark Mode

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

December 28, 2024
        1337

રાજેશ વસાવે :- દાહોદ 

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર,

સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

ડિસ્પ્લે તેમજ માઈક દ્વારા દાહોદવાસીઓને જરૂરી માહિતી પહોંચાડવામાં આવે છે.

દાહોદ તા.28

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં દેશભરમાંથી એકમાત્ર પસંદગી પામેલી દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત વિવિધ સ્માર્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા હતા.જેમાં પૈકી 128 કરોડના ખર્ચે કલેકટર કચેરી ખાતે icc તેમજ icc IT એટલે કે ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. સેવા સદન ખાતે નિર્માણ પામેલા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ગ્રીન એનર્જી, રેન હાર્વેસ્ટિંગ,સોલાર, STP પ્લાન્ટ, ફાયર ફાઈટિંગ ઇલેક્ટ્રીક તેમજ હિટ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશન સિસ્ટમ સહિતની સુવિધાઓના લીધે ઉપરોક્ત કમાન્ડ એન્ડ કંટ્રોલ બિલ્ડીંગ ને IGBC દ્વારા ગોલ્ડ સર્ટિફાઇડથી પ્રમાણિત કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ માળે એડમિનિસ્ટ્રેશન ઓફિસ તેમજ બીજા માળે કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓફિસથી સમગ્ર દાહોદ શહેરને સર્વ લેન્સ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ પોઇન્ટમાં સર્વે બાદ 80 લોકેશન પર 357 જેટલા કેમેરાની મદદથી આખા દાહોદ શહેરની સુરક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે. જે પૈકી 92 જેટલા લોકેશન પર પાંટીલ ઝૂમ કેમેરા જે ૩૨ ટકા જુમિંગ સાથે 360 ડીગ્રી એંગલ પર દરેક મુવમેન્ટને કેચપ કરે છે. ઉપરોક્ત સીસીટીવી કેમેરા દાહોદ પોલીસ માટે પણ કારગર સાબિત થયા છે.સીસીટીવી સર્વ લેન્સના કારણે પોલીસને 700 જેટલા ગુનાઓમાં મદદરૂપ સાબિત થયા છે. એટલું જ નહીં સીસીટીવી સર્વલેન્સ સિસ્ટમનું ઉપયોગ લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીમાં પણ કરવામાં આવ્યું હતું. 2022 ની વિધાનસભા તેમજ 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ સીસીટીવી સર્વેલેસના કારણે ચૂંટણી કામગીરી સુમેરે પાર મોપડી હતી.

 *જુદા જુદા વિસ્તારમાં લગાવેલા સ્માર્ટપોલ પર ફ્રી વાઇફાઇ, એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર લગાવવામાં આવ્યા.*

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક સુવિધાઓથી સજજ સ્માર્ટપોલ પણ લગાવવામાં આવ્યા છે જેમાં દૈનિક 1.6 GB વાઇફાઇ નું ડેટા મફત આપવામાં આવી રહ્યું છે.IOT સ્માર્ટ ડિવાઇસથી સજજ સ્માર્ટ પોલ પર એન્વાયરમેન્ટ સેન્સર પણ લગાવવામાં આવ્યા છે જે દૈનિક ડેટા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને મોકલે છે. આ ઉપરાંત ઠંડી તેમજ ગરમીના પારા તથા આઠ જુદી જુદી જગ્યાઓ પર રેન સેન્સર થકી વરસાદી આંકડા પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટને દૈનિક મળી જાય છે.આ ઉપરાંત VMD એટલે કે વેરીએબલ મેસેજ ડિસ્પ્લે સેન્ટર પણ દરેક પોલ પર લગાવવામાં આવ્યા છે. જેમાં મહત્વપૂર્ણ મેસેજ, ઈમરજન્સી જાણકારીઓ, તથા અન્ય જરૂરી માહિતીઓ ડિસ્પ્લે પર જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત કટોકટીના સમયમાં સ્માર્ટ પોલ પર લગાવેલા ઈમરજન્સી કોલ સેન્ટર પર ગોઠવવામાં આવ્યા છે જેમા કોઈપણ વ્યક્તિ કોલ કરે છે તો તે સીધો કમાન્ડ એન્ડ કંટ્રોલમાં જાય છે. અને ગણતરીના સમયમાં એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. એટલો જ નહીં સ્માર્ટફોન પર બે માઈક પબ્લિક એલાઉન્સમેન્ટ માટે મૂકવામાં આવ્યા છે. જેમાં જરૂરી માહિતી આ માઇક દ્વારા જાહેર કરવામાં આવે છે. ઉપરોક્ત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 24,×7 દૈનિક 15 થી 20 લોકો કામ કરે છે. અત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલમાં 25 થી 30 જેટલી દરરોજ કમ્પ્લેન આવે છે. જેનો સુખદ સમાધાન પણ કરવામાં આવે છે. પ્રોજેક્ટ માં 13 જંકશન ઉપર ટ્રાફિક સિગ્નલ ગોઠવવામાં આવ્યા છે પરંતુ સ્માર્ટ રોડ અપગ્રેડેશનની કામગીરી અંતર્ગત આ કામગીરી હાલ વિલંબમાં છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં સર્વિલન્સ કરવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દાહોદને સ્વચ્છ રાખવા માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ મોનીટરીંગ પણ કરાશે.જેને લઇને સમગ્ર ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલમા ઘન કચરાના કલેક્શન માટે જે ગાડી ડોર ટુ ડોર આવે છે તે ગાડીમાં સેન્સર લાગેલા હોય છે. અને કચરા કલેક્શન માટે જે કચરાપેટી આપવામાં આવી છે તેમાં એક પ્રકારનો ટેગ લાગેલો છે. ટેગ લાગેલી કચરાપેટી મારફતે કચરા કલેક્શન કરવા આવતી ડોર ટુ ડોર ગાડીમાં કચરો નાખવામાં આવે છે તે દરમિયાન કચરાપેટીમાં લાગેલા ટેગ અને ગાડીમાં લાગેલા સેન્સર નું કોમ્યુનિકેશન થાય છે. જેના મારફતે કમાન્ડ એન્ડ કંટ્રોલ પર મેસેજ મળે છે કે જે ઘરમાં ટેક લાગેલી કચરાપેટી આપવામાં આવી છે. તે ઘરમાંથી કચરો કલેક્શન થઈ ગયો છે. પરંતુ કરણની કઠણાઈ એ છે કે અત્યાર સુધી દાહોદ વાસીઓને આ સુવિધાની ખબર જ નથી. સ્માર્ટ સિટી દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ દાહોદ શહેરમાં 28,000 જેટલા ઘરોને આઈડેન્ટિફાઇ કરવામાં આવ્યા છે. પરંતુ અત્યાર સુધીમાં ટેગ લાગેલી કચરાપેટી ફક્ત 9,500 જેટલા લોકોએ જ પરચેસ કરી છે. જેના લીધે અત્યાર સુધીમાં ફક્ત 9,500 જેટલા ઘરોમાંથી કચરા કલેક્શન થયું છે કે નથી તે અંગેનું સર્વે લેન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી થાય છે.

*દાહોદવાસીઓની સમસ્યા ના ઉકેલ માટે play store પર ગ્રીન દાહોદ નામક એપ્લિકેશન શરૂ કરાઈ..*

સ્માર્ટ પોલ થકી ફ્રી WIFI ની સુવિદ્યા: ડિઝાસ્ટર માટે મદદરૂપ થતા એન્વાયરમેન્ટ તેમજ રેન સેન્સર, સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત કરોડોના ખર્ચે તૈયાર કરાયું ઈન્ટિગ્રેટેડ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રલ: સમગ્ર દાહોદમાં સર્વલેન્સની કામગીરી શરૂ.

 દાહોદ વાસીઓની સુવિધા માટે play store પર ગ્રીન દાહોદ નામની એપ પણ કાર્યરત કરવામાં આવી છે. જે સીધી કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જોડાયેલી છે. નાગરિકો આ એપના માધ્યમથી પોતાની દરેક રજૂઆતો અથવા કમ્પ્લેનો સીધે સીધી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં કરી શકે છે. જેમાં મોનિટરિંગ દરમિયાન જે તે સંબંધિતોને ઉપરોક્ત રજૂઆતો અને સમસ્યાઓ મોકલવામાં આવે છે. અને ત્યાં સુધી અરજદારની કમ્પ્લેન નો નિરાકરણ ન થાય ત્યાં સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી ફોલો પણ લેવામાં આવે છે. સમસ્યાનો સમાધાન થયા પછી કમ્પ્લેન કરનાર વ્યક્તિ સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!