દેવગઢબારિયા ભારતીય જનતા પાર્ટીમાં ગ્રામ્ય અને નગરપાલિકાના મંડળ પ્રમુખ માટે ત્રણ નામો શોર્ટલિસ્ટ કરાયા.
દાહોદ તા. ૧૭
દેવગઢ બારીયા ભારતીય જનતા પાર્ટી તાલુકા દ્વારા ગ્રામ્ય અને નગરપાલિકા ના મંડલ પ્રમુખ ની દાવેદારી માટે ના ફોર્મ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને કાર્યકર્તાઓ સાથે મંત્રી બચુભાઈ ખાબડ ભરતભાઈ ભરવાડ મનુભાઈ મકવાણા નિમેષભાઈ જોશી સુદીપ ભાઈ સોની હરેશભાઈ પટેલ અશ્વિનભાઈ મકવાણા અને સુરસીંગભાઇ ચૌહાણ જેવા દિગ્ગજ નેતાઓ સાથે સો જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટી દાહોદ કમલમ કાર્યાલય ખાતે થોડાક સમય પહેલા જમા કરાયા હતા જેમાં મળતી માહિતી અનુસાર દેવગઢબારિયા ખાતે ભારતીય જનતા પાર્ટીના રચના પ્રમાણે ૧૭૬ બુથ ના તમામ બુથ પ્રમુખ બારીયા ખાતે મીટીંગ બોલાવવામાં આવી હતી.જેમાં જવાબદાર હોદ્દેદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જ્યારે બીજેપી ના ગાંધીનગરથી ચૂંટણી પ્રક્રિયા માટે આવેલા અધિકારીઓ અને દાહોદ જિલ્લાના અધિકારી જવાબદાર હોદ્દેદારો નો અભિપ્રાય લેતા પાંચ ઉમેદવારોના ફોર્મમાં થી ત્રણ ફોર્મ મંજૂર કર્યા હતા જેઓના ત્રણ ઉમેદવારોના નામ ૨૦૦ જેટલા કાર્યકર્તાઓ ની હાજરી માં જાહેર કર્યા હતા. જેમાં મુકેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ નવીનભાઈ સીકલીગરના નામ જાહેર કર્યા હતા અને હરેશભાઈ કરણભાઈ પટેલ મહેશભાઈ જશુભાઈ રાઠવા ના બે નામોની જાહેરાત કરવામાં આવી નહોતી જ્યારે સંઘ કાર્યકર્તા તરીકે ઓળખાતા એવા નવીનભાઈ સીકલીગર અને રિપીટ દાવેદારી મુકેશભાઈ પટેલ નુ ફરી નામ આવતા સીધી ટક્કર બે વચ્ચે રહેશે તેવી ચર્ચા ચાલી રહી હતી જ્યારે ત્રણ નામો જાહેર થયેલા હોય અને જે નામો દાહોદ કમલમ કાર્યાલય થી ગાંધીનગર કમલમ ખાતે કવરમાં અકબંધ પહોંચતા હવે કોનું નામ પાર્ટી પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવે તેની રાહ દેખાઈ રહી છે.જ્યારે આ ત્રણ નામો માંથી મંડળ પ્રમુખના તાજ ની બાજી કોણ મારશે તે જોવાનું રહ્યું જ્યારે દેવગઢબારિયા નો પીપલોદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી નો ઘઢ ગણાતો હોય છે જ્યારે તે કેટલા ઘણા સમયથી આ પીપલોદ વિસ્તારને વિકાસ અને જવાબદારીઓથી વંચિત રાખવામાં આવેલો હોય તો ભારતીય જનતા પાર્ટીના જે પણ જવાબદાર વ્યક્તિ હોય તે લોકો દ્વારા પીપલોદના વિસ્તારના લોકોને આનો લાભ મળે અને તેની જવાબદારી પીપલોદ વિસ્તારમાં આપવામાં આવે તો તે એટલો જ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની માંગ છે જ્યારે પીપલોદના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આશા છે.