દાહોદમાં પ્રસુતાં મહિલા માટે દેવદૂત બનીને આવેલા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી તેમજ પાયલોટે સફળ પ્રસૂતિ કરાવી..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના ખરોદા ગામની પ્રસુતાં મહિલા માટે દેવદૂત બનીને આવેલા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી તેમજ પાયલોટે સફળ પ્રસૂતિ કરાવી

દાહોદ શહેર સહિત જિલ્લામાં 24×7 કાર્યરત ઇમરજન્સી 108 સેવાએ પુનઃ એક વખત ગર્ભવતી મહિલાની વહારે આવી સફળ પ્રસૂતિ કરાવી,EMT પાયલોટની સરાહનીય કામગીરી 

 માતા તેમજ બાળક બન્ને સ્વસ્થ હાલતમાં: બંનેને વધુ સારવાર અર્થે  પ્રાથમિક સારવાર અને આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે મોકલાયા 

દાહોદ તા.30

દાહોદ શહેર સહિત જિલ્લામાં 24×7 સેવા આપી દેવદૂત સમાન સાબિત થતી ઇમરજન્સી 108 સેવાએ આજે પુન એક વખત ગર્ભવતી મહિલાની વહારે આવી હોસ્પિટલ જતાં પહેલાં જ ગર્ભવતી મહિલા ને પ્રસવની પીડા ઉપડતાં એમ્બુલન્સમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી.જેમાં દાહોદ તાલુકાના ખરોદા ગામની સુમિત્રાબેન સુખરામભાઈ ભાભોર નામક ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતાં ઇમરજન્સી 108 ને કોલ કરી બોલાવતા પ્રસૂતા મહિલાને હોસ્પિટલ લઈ જતા પહેલા જ પ્રસવની પીડા ઉપડતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સના EMT સુશીલાબેન પટેલ તેમજ પ્રકાશભાઈ રબારી નામક પાયલોટે પ્રસૂતા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી હતી. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી બંને માતા તેમજ બાળક સ્વસ્થ હોવાથી બંનેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

Share This Article