
કલ્પેશ શાહ સિંગવડ
સિંગવડ તાલુકા માં ફરતા પશુ દવાખાનાની વાહનનો ઉપયોગ અમુક ગામોમાં મળતો હોવાના લીધે બીજા ગામોના પશુપાલકોને થતો અન્યાય
સિંગવડ તાલુકા માં ગુજરાત સરકાર દ્વારા પશુ માટે અમુક ગામોમાં ફરતી પશુ વાહન નો લાભ મળતો હોવાના લીધે બીજા સીંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં ફરતા પશુ દવાખાનામાં નો લાભ નહીં મળતાં પશુપાલન કોને પોતાના પશુઓ ની દવા કરાવવા માટે પ્રાઇવેટ પશુ ડોક્ટર નો બોલાવીને દવા કરાવવા સહારો લેવો પડતો હોય છે જ્યારે સરકાર દ્વારા પશુ દવા માટે ફરતા પશુ વાહનનો લાભ સિંગવડ તાલુકા ના બધા જ ગામડાંના પશુપાલકોને આપવામાં આવે તો તેમને પ્રાઇવેટ પશુ ડોક્ટરો પાસે દવા કરાવવા મજબૂર થવું ન પડે અને તેમના રૂપિયા પણ બચી શકે તેમ છે પરંતુ સરકાર દ્વારા સીંગવડ તાલુકાના 71 ગામમાં ખાલી એક પશુ વાન આપીને પશુઓના માલિકને અન્યાય કર્યો હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકાર દ્વારા તારમી અનુપુરા છાપરી સુડીયા વગેરે 10 થી 15 ગામોમાં આ પશુ વાહનનો લાભ આપ્યો છે જ્યારે બીજા સિંગવડ તાલુકાના ઘણા ગામોમાં આ પશુ આનો લાભ નહીં મળતાં પશુપાલકોમાં રોષની લાગણી વ્યાપી છે આ ફરતા પશુ દવાખાના વાન નો લાભ બીજા બધા તાલુકાના ગામડાઓમાં મળે તેવી પશુપાલકોને માંગણી છે જ્યારે આના માટે લાગતા વળગતા અધિકારીઓ તથા નેતાઓ દ્વારા આ ફરતા પશુવાન નો લાભ પશુપાલકોને મળે તેવી પશુપાલકોની માંગ છે